GPSCની પરીક્ષાઓના પરિણામમાં વિલંબના કારણે ઉમેદવારોને નુકસાન
ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ની મુખ્ય પરીક્ષાના પરિણામમાં વિલંબ થઈ રહ્યો છેગુજરાત જાહેર સેવા આયોગની અનિશ્ચીતતા, અગાઉની જાહેરાતોના પડતર પરિણામ, સમાન ઉમેદવારો જ ત્રણેય જાહેરાતોમાં રિપિટ થવાની સંભાવના વગેરે બાબતો ધ્યાને લેતા, અગાઉની તમામ જાહેરાતો પૂર્ણ કર્યા બાદ જ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની મુખ્ય પરીક્ષાનું આયોજન કરવું જોઈએ, રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ વિપક્ષ કોંગ્રેસે આ માગણી કરતો પત્ર લખ્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગની અગાઉની જાહેરાતોના બાકી પરિણામો, સમાન ઉમેદવારો મોટા ભાગની જાહેરાતોમાં રિપિટ થવાની સંભાવના છે, આ અનિશ્ચીતતાને ધ્યાને લઈને ગુજરાતના યુવાનોને ન્યાય મળી રહે તે જરૂરી છે. GPSC દ્વારા 20થી 25 ઓક્ટોબર દરમિયાન મુખ્ય પરીક્ષાનું આયોજન કરાશે, જેમાં આશરે 10,000 થી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે. પરંતુ હાલની પરિસ્થિતિ ધ્યાને લેતા જાહેરાત નંબર 30/2021-22ના આખરી પરિણામ મુદ્દે હાઇકોર્ટમાં કેસ છે, જેનો ચુકાદો આવ્યો નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ની મુખ્ય પરીક્ષાના પરિણામમાં વિલંબ થઈ રહ્યો છે
ગુજરાત જાહેર સેવા આયોગની અનિશ્ચીતતા, અગાઉની જાહેરાતોના પડતર પરિણામ, સમાન ઉમેદવારો જ ત્રણેય જાહેરાતોમાં રિપિટ થવાની સંભાવના વગેરે બાબતો ધ્યાને લેતા, અગાઉની તમામ જાહેરાતો પૂર્ણ કર્યા બાદ જ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની મુખ્ય પરીક્ષાનું આયોજન કરવું જોઈએ, રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ વિપક્ષ કોંગ્રેસે આ માગણી કરતો પત્ર લખ્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગની અગાઉની જાહેરાતોના બાકી પરિણામો, સમાન ઉમેદવારો મોટા ભાગની જાહેરાતોમાં રિપિટ થવાની સંભાવના છે, આ અનિશ્ચીતતાને ધ્યાને લઈને ગુજરાતના યુવાનોને ન્યાય મળી રહે તે જરૂરી છે. GPSC દ્વારા 20થી 25 ઓક્ટોબર દરમિયાન મુખ્ય પરીક્ષાનું આયોજન કરાશે, જેમાં આશરે 10,000 થી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે. પરંતુ હાલની પરિસ્થિતિ ધ્યાને લેતા જાહેરાત નંબર 30/2021-22ના આખરી પરિણામ મુદ્દે હાઇકોર્ટમાં કેસ છે, જેનો ચુકાદો આવ્યો નથી.