GPSCના ચેરમેન પદે હસમુખ પટેલ આજે સંભાળશે ચાર્જ, IPS તરીકે રાજીનામું

GPSCના ચેરમેન તરીકે હસમુખ પટેલ આજે તેમનો ચાર્જ સંભાળશે સવારે 10:30 કલાકે GPSCના ચેરમેન તરીકે હોદ્દો સંભાળશે ત્યારે GPSCના સિનિયર સભ્ય આશાબેન તેમને શપથ લેવડાવશે,હસમુખ પટેલે પોલીસ સર્વિસ IPSમાંથી રાજીનામું આપી દીધું છે.ત્યારે ભવિષ્યમાં જીપીએસસીના ઉમેદવારોની ભરતથી લઈ તમામ કામગીરી હસમુખ પટેલના મોનિટરીંગ હેઠળ કરવામાં આવશે.હસમુખ પટેલે IPSની સેવામાંથી આપ્યું છે રાજીનામું આઈપીએસ હસમુખ પટેલે પોલીસની સક્રિય સેવામાંથી રાજીનામું આપ્યું છે.હસમુખ પટેલની જીપીએસસીના ચેરમેન તરીકે નિમણુંક થતાં રાજીનામું આપવાની વાત સામે આવી છે,હાલમાં પોલીસ ભરતી બોર્ડ અને પંચાયત પસંદગી બોર્ડની નિમણુંક સંદર્ભે સરકાર નિર્ણય લેશે.હસમુખ પટેલ પોલીસ ભરતી બોર્ડ અને પંચાયત પસંદગી બોર્ડમાં સેવા આપી છે,તેમના માર્ગદર્શનનો સારો એવો લાભ ઉમેદવારોને પણ મળી રહ્યો છે,રાજ્યની વિવિધ સરકારી ભરતીઓ અને પરીક્ષાઓના સંચાલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સરકારે લીધો છે નિર્ણય ગુજરાત સરકારે જાહેર કરેલા આદેશ અનુસાર, હસમુખ પટેલ ગુજરાત જાહેર સેવા આયોગની કામગીરીનું સંચાલન કરશે. તેમની આ નિમણૂકથી રાજ્યની સરકારી ભરતી પ્રક્રિયાઓને નવી દિશા મળશે એવી અપેક્ષા છે, ત્યારે 2016થી 2022 સુધી GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ દિનેશ દાસાએ સંભાળ્યો હતો. જોકે તેમની નિવૃત્તિ બાદ આ પદ ખાલી હતું, જેથી આ ખાલી જગ્યાનો હવાલો નલિન ઉપાધ્યાયને સોંપવામાં આવ્યો હતો. જાણો કોણ છે હસમુખ પટેલ ગુજરાત કેડરના 1993 બેચના એક IPS અધિકારીની વાત કરવા જઈ રહ્યા છીએ. તેમને મોસ્ટ ક્રેડિબલ અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, પરંતુ પોતાના માટે નહીં. તે આ નવી-નવી ટેક્નોલોજીનો ઉપયોગ સામાન્ય લોકો અને યુવાનોને પ્રોત્સાહિત તેમજ જાગૃત કરવા માટે કરે છે. તેમની ટાઈમલાઈન પર તમને તેમની પોતાની તસવીર ભાગ્યે જ જોવા મળશે. 1993 બેચના ગુજરાત કેડરના IPS અધિકારી છે હસમુખ પટેલ હસમુખ પટેલ અત્યારે ગુજરાત પોલીસમાં ADGP રેન્ક ધરાવે છે જૂનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલમાં આયોજિત કરવાનું છે લક્ષ્ય 

GPSCના ચેરમેન પદે હસમુખ પટેલ આજે સંભાળશે ચાર્જ, IPS તરીકે રાજીનામું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

GPSCના ચેરમેન તરીકે હસમુખ પટેલ આજે તેમનો ચાર્જ સંભાળશે સવારે 10:30 કલાકે GPSCના ચેરમેન તરીકે હોદ્દો સંભાળશે ત્યારે GPSCના સિનિયર સભ્ય આશાબેન તેમને શપથ લેવડાવશે,હસમુખ પટેલે પોલીસ સર્વિસ IPSમાંથી રાજીનામું આપી દીધું છે.ત્યારે ભવિષ્યમાં જીપીએસસીના ઉમેદવારોની ભરતથી લઈ તમામ કામગીરી હસમુખ પટેલના મોનિટરીંગ હેઠળ કરવામાં આવશે.

હસમુખ પટેલે IPSની સેવામાંથી આપ્યું છે રાજીનામું

આઈપીએસ હસમુખ પટેલે પોલીસની સક્રિય સેવામાંથી રાજીનામું આપ્યું છે.હસમુખ પટેલની જીપીએસસીના ચેરમેન તરીકે નિમણુંક થતાં રાજીનામું આપવાની વાત સામે આવી છે,હાલમાં પોલીસ ભરતી બોર્ડ અને પંચાયત પસંદગી બોર્ડની નિમણુંક સંદર્ભે સરકાર નિર્ણય લેશે.હસમુખ પટેલ પોલીસ ભરતી બોર્ડ અને પંચાયત પસંદગી બોર્ડમાં સેવા આપી છે,તેમના માર્ગદર્શનનો સારો એવો લાભ ઉમેદવારોને પણ મળી રહ્યો છે,રાજ્યની વિવિધ સરકારી ભરતીઓ અને પરીક્ષાઓના સંચાલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

સરકારે લીધો છે નિર્ણય

ગુજરાત સરકારે જાહેર કરેલા આદેશ અનુસાર, હસમુખ પટેલ ગુજરાત જાહેર સેવા આયોગની કામગીરીનું સંચાલન કરશે. તેમની આ નિમણૂકથી રાજ્યની સરકારી ભરતી પ્રક્રિયાઓને નવી દિશા મળશે એવી અપેક્ષા છે, ત્યારે 2016થી 2022 સુધી GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ દિનેશ દાસાએ સંભાળ્યો હતો. જોકે તેમની નિવૃત્તિ બાદ આ પદ ખાલી હતું, જેથી આ ખાલી જગ્યાનો હવાલો નલિન ઉપાધ્યાયને સોંપવામાં આવ્યો હતો.

જાણો કોણ છે હસમુખ પટેલ

ગુજરાત કેડરના 1993 બેચના એક IPS અધિકારીની વાત કરવા જઈ રહ્યા છીએ. તેમને મોસ્ટ ક્રેડિબલ અધિકારી તરીકે ઓળખવામાં આવે છે. તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, પરંતુ પોતાના માટે નહીં. તે આ નવી-નવી ટેક્નોલોજીનો ઉપયોગ સામાન્ય લોકો અને યુવાનોને પ્રોત્સાહિત તેમજ જાગૃત કરવા માટે કરે છે. તેમની ટાઈમલાઈન પર તમને તેમની પોતાની તસવીર ભાગ્યે જ જોવા મળશે.

1993 બેચના ગુજરાત કેડરના IPS અધિકારી છે હસમુખ પટેલ

હસમુખ પટેલ અત્યારે ગુજરાત પોલીસમાં ADGP રેન્ક ધરાવે છે

જૂનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલમાં આયોજિત કરવાનું છે લક્ષ્ય