Godhra:તાલુકાની 61 ગ્રામપંચાયતોની ચૂંટણી માટે મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગોધરા તાલુકામાં વિવિધ 61 ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી તા.22 જૂન ના રોજ યોજાનાર છે. ત્યારે પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી (સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ) અને નિવાસી અધિક કલેકટર દ્વારા ગ્રામ પંચાયતો ની મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની વિવિધ 61 ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી તા.22 જૂન ના રોજ યોજાનાર છે.ત્યારે પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી (સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ)અને નિવાસી અધિક કલેકટર દ્વારા ગ્રામ પંચાયતોની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી. જેમાં ગોધરા તાલુકાની સામાન્ય ચૂંટણી હેઠળની 30 ગ્રામપંચાયતોમાં કેવડીયા, ગદુકપુર, ગોલી, ગવાસી, ઇસરોડિયા, તરવડી, રતનપુર(રે), લાડપુર,પીપળીયા (પુ), વેરેયા, બખ્ખર, કલ્યાણા, ગુસર, અસારડી, નાકરેજી, કાલીયાવાવ, શામલી, મિરપ, ધાનિત્રા, લાકોડના મુવાડા, ઉજ્જડિયાના મુવાડા, પરમારપુરા, રામપુરા(સી), વાલેયા(હા), કાંકણપુર, ઓડિદ્રા, મોટી કાંટડી, મોર્યો, આઇડિયા,વેલવડનો સમાવેશ થાય છે. જ્યારે વિભાજન થવાથી નવીન અસ્તિત્વમાં આવેલી 6 ગ્રામપંચાયતોમાં જુનીધરી, ભમરાના મુવાડા, નવીધરી, સાંપા, જૂના મોરડુંગરા અને ટીંબાનો સમાવેશ થાય છે.
જ્યારે પેટા ચૂંટણી હેઠળની 25 ગ્રામપંચાયતોમાં આંગળીયા, ઓરવાડા, કરસાણા, ગોઠડા, છારીયા, જીતપુરા, તોરણા, થાણાગર્જન, નદીસર, નવાઘરા, નાની કાંટડી, મડામહુડી, મહેલોલ, મોતાલ, મોરડુંગરા, રણછોડપુરા, રતનપુર(કાં), રામપુર(જો), રાયસિંગપુરા, રીંછરોટા, વટલાવ, વાંસીયા,વાવડી ખુર્દ, સાંકલી અને હમીરપુરનો સમાવેશ થાય છે.
What's Your Reaction?






