Godhra: નશામુક્ત યુવા - ફોર વિકસિત ભારત કાર્યક્રમમાં યુવાનો જોડાયા

Aug 5, 2026 - 05:00
Godhra: નશામુક્ત યુવા - ફોર વિકસિત ભારત કાર્યક્રમમાં યુવાનો જોડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત માય ભારત ગોધરા દ્વારા કાંકણપુર કોલેજ ખાતે વડાપ્રધાનના સંદેશ સાથે નશા મુક્ત યુવા - ફેર વિકસિત ભારત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવાનોને નશામુક્ત જીવનના મહત્વ વિશે માહિતગાર કરાયા હતા. યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ, સશક્ત અને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવા પ્રેરણા અપાઈ હતી.

કાર્યક્રમ અંતર્ગત વિવિધ અલગ અલગ પ્રકારની 8 ઇવેન્ટ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામો તથા પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત યુવાનોને નશામુક્તિની શપથ લેવડાવાઈ હતી અને સમાજમાં નશા વિરોધી જનજાગૃતિ ફેલાવવા માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કરાયું હતું. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકગણ, માય ભારતના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. માય ભારત ગોધરા દ્વારા જણાવાયું હતું કે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, સામાજિક જવાબદારી અને નશામુક્તિ અંગે જાગૃતિ લાવવા માટે આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત આયોજિત કરાશે. સમગ્ર કાર્યક્રમનું સફ્ળ આયોજન અને સંચાલન જિલ્લા યુવા અધિકારી કુમારી સ્નેહા પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0