Godhraમાં ચાલતી કાર આગના ગોળામાં ફેરવાઈ: મુનલાઈટ સિનેમા પાસે સર્જાયેલી ઘટનામાં સવાર લોકોનો આબાદ બચાવ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પંચમહાલ જિલ્લામાંથી વાહનમાં આગ લાગવાની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોધરા-દાહોદ હાઈવે પર આવેલા મુનલાઈટ સિનેમા પાસે પૂરપાટ જતી એક કારમાં અચાનક કોઈ અજ્ઞાત કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. ચાલતી કારમાં આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાઈ ગયો હતો.
હાઈવે પર ચાલતી કારમાં અચાનક ફાટી નીકળી આગ
પ્રાપ્ત વિગતો અનુસાર સદનસીબે કારમાં સવાર લોકોએ સમયસૂચકતા વાપરીને તુરંત જ ગાડીમાંથી બહાર નીકળી જવામાં સફળતા મેળવી હતી, જેના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. અચાનક લાગેલી આગ એટલી વિકરાળ હતી કે સ્થાનિક લોકો પણ મદદે દોડી આવ્યા હતા.
કાર સળગીને ખાખ થતાં માલિકને આર્થિક નુકસાન
સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવે તે પહેલા જ ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે અગાઉ સંપૂર્ણ કાર આગમાં સળગીને ખાખ થઈ ગઈ હતી. કાર બળીને ભંગાર બની જતાં માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

