Gnadhinagar : મીઠાઇ-ફરસાણ એસોસિએશનને ફૂડ વિભાગનો જવાબ, પનીરના 92 ટકા સેમ્પલ યોગ્ય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં વેચાતું 92 ટકા પનીર નકલી હોવાનું મીઠાઇ ફરસાણ એસોસિએશન દ્વારા થયેલા આરોપોનો રાજ્યના ફૂડ કમિશનરે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં પનીરના જેટલા પણ સેમ્પલ લેવાયા છે તેમાં 92 ટકા સેમ્પ ફેઇલ થયા નથી
ગયા વર્ષે 30 ટકા અને ચાલુ વર્ષે 20 ટકા સેમ્પલ નિષ્ફળ
મીઠાઇ-ફરસાણ એસોસિએશન દ્વારા રાજ્યમાં આવતું 92 ટકા પનીર નકલી હોવાના આરોપ લગાવ્યા હતા. આ મામલે ગુજરાતના ફૂડ કમિશનર એચ.જી.કોશિયાએ કહ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં પનીરના 500 સેમ્પલ લઇ લેબ ટેસ્ટ કરાયા છે તેમાં ગયા વર્ષે 30 ટકા અને ચાલુ વર્ષે 20 ટકા સેમ્પલ નિષ્ફળ ગયા છે.
92 ટકા સેમ્પલ ફેઇલ થયા નથી
તેમણે કહ્યું હતું કે જેટલા પણ સેમ્પલ લેવાયા હતા તેમાંથી 92 ટકા સેમ્પલ ફેઇલ થયા નથી. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે પનીરમાં ભેળસેળ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે અપીલ કરી હતી કે લોકો FSSAI લાયસન્સ ધારકો પાસે થી જ પનીર ખરીદે લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યો
તેમણે એસોસિએશનના પ્રમુખ કિશોર ભાઈને 92 ટકા પનીર સેમ્પલ ખરાબ અંગે જણાવ્યું કે એમને કોઈક ગેર સમજ લાગી રહી છે . ખરેખર તો ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા છેલ્લા 2 વર્ષમાં ઉત્પાદકો અને વ્યાપારીઓ અને હોટેલમાંથી 500 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યો છે આ અંગે ગેર સમજ થઈ રહી છે
લેબ રિપોર્ટ મુજબ ગયા વર્ષે પનીર માં 30 ટકા સેમ્પલ ધારા ધોરણ મુજબ ન હતા તો ચાલુ વર્ષ માં 200 સેમ્પલ પનીર ના ટેસ્ટ કર્યા જેમાં 20 ટકા સેમ્પલ ધારા ધોરણ મુજબ ન હતી અને તેથી કહી શકાય કે રાજ્યમાં 20 થી 30 ટકા સેમ્પલ ફેઇલ થઈ રહ્યા છે. 92 ટકા સેમ્પલ ફેઇલ નથી થયા. આ અંગે ગેર સમજ થઈ રહી છે વ્યાપારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી
પનીરમાં ભેળસેળ કરનાર વ્યાપારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરી છે જેમાં દંડનીય કાર્યવાહી ચાલુ છે આ તમામ સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી ચાલુ છે . લોકો એ પનીર નામાંકિત કંપની તથા FSAI લાયસન્સ હેઠળ ઉત્પાદન થયેલા અને ફૂડ લાયસન્સ ધરાવતા વ્યાપારીઓ પાસેથી બિલ થી ખરીદવું જોઈએ.
What's Your Reaction?






