Girsomnathમાં 33 લાખ રૂપિયાનું ઝડપાયું શંકાસ્પદ તેલ, મામલતદારે પાડયા દરોડા

ગીર સોમનાથના ઉનામાં તેલના ગોડાઉનમાં મામલતદારે દરોડા પાડયા છે.આ દરોડા દરમિયાન તપાસ કરતા સામે આવ્યું કે રૂપિયા 33 લાખની આસપાસનું શંકાસ્પદ તેલ છે તેને બનાવીને ડબ્બામાં ભરીને વેચાણ અર્થે મોકલવામાં આવતું હતુ,દેલવાડા રોડ પર આવેલ એક મકાનમાં ગોડાઉન બનાવીને આ તેલનો કારોબાર કરવામાં આવતો હતો,મહત્વનું છે કે,વેટ,ટેક્સ કે GST વગર તેલનો વહીવટ કરવામાં આવતો હતો અને મામલતદારે બાતમીના આધારે દરોડા પાડયા હતા. કલેકટરની નજર હેઠળ કરાયા દરોડા સમગ્ર ઘટનાની વાત કરવામા આવે તો કલેકટરની સીધી નજર હેઠળ આ દરોડા પાડવામાં આવ્યા હતા.છેલ્લા કેટલા સમયથી આ તેલ બનાવીને બજારમાં મોકલાતું હતુ તેને લઈ માહિતી એકઠી કરાઈ રહી છે.બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર તેલના ડબ્બા પર લગાવીને તેને બજારમાં વેચાણ અર્થે મોકલવામાં આવતું હતુ,જે ગોડાઉન હતુ તેને સીલ કરવામાં આવ્યું છે તેમજ મશીનરીને પણ સીલ કરાઈ છે,આ તેલને નમૂના અર્થે એફએસેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જીએસટી નંબર વગર કરતા હતા ધંધો મામલતદારની ટીમે જયારે દરોડા પાડયા ત્યારે સામે આવ્યું કે વેપારી પાસે ના તો જીએસટી નંબર છે ના તો કોઈ ટેકસનું બિલ છે,બસ એક ગોડાઉન છે અને તેની અંદર કાળો કારોબાર કરવામાં આવતો હતો.ભવાની ટ્રેડિંગ પેઢીના નામે ચાલતો હતો વેપલો,ફૂડ વિભાગ ઉંઘતું રહ્યું અને મામલતદારની ટીમે દરોડા પાડયા હતા.દેલવાડા રોડ પર રહેણાંક મકાનમાં આ તેલનું ઉત્પાદન કરાતું હતુ.તેલના ડબ્બા પણ મામલતદારની ટીમે જપ્ત કર્યા છે અને પોલીસને જાણ કરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સોંપાઈ તપાસ આ સમગ્ર કેસમાં ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગને જાણ કરીને તપાસ સોંપવમાં આવી છે.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મામલે વધુ તપાસ કરીને કાર્યવાહી કરી શકે છે,બ્રાન્ડેડ નામનો ઉપયોગ કરીને લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરીને વધુ રૂપિયાની કમાણી વેપારીઓ કરતા હોય છે ત્યારે આવા વેપારીઓ સામે કાર્યવાહી કડક કરવામાં આવે તેવી લોકોની માગ છે.  

Girsomnathમાં 33 લાખ રૂપિયાનું ઝડપાયું શંકાસ્પદ તેલ, મામલતદારે પાડયા દરોડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથના ઉનામાં તેલના ગોડાઉનમાં મામલતદારે દરોડા પાડયા છે.આ દરોડા દરમિયાન તપાસ કરતા સામે આવ્યું કે રૂપિયા 33 લાખની આસપાસનું શંકાસ્પદ તેલ છે તેને બનાવીને ડબ્બામાં ભરીને વેચાણ અર્થે મોકલવામાં આવતું હતુ,દેલવાડા રોડ પર આવેલ એક મકાનમાં ગોડાઉન બનાવીને આ તેલનો કારોબાર કરવામાં આવતો હતો,મહત્વનું છે કે,વેટ,ટેક્સ કે GST વગર તેલનો વહીવટ કરવામાં આવતો હતો અને મામલતદારે બાતમીના આધારે દરોડા પાડયા હતા.

કલેકટરની નજર હેઠળ કરાયા દરોડા

સમગ્ર ઘટનાની વાત કરવામા આવે તો કલેકટરની સીધી નજર હેઠળ આ દરોડા પાડવામાં આવ્યા હતા.છેલ્લા કેટલા સમયથી આ તેલ બનાવીને બજારમાં મોકલાતું હતુ તેને લઈ માહિતી એકઠી કરાઈ રહી છે.બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર તેલના ડબ્બા પર લગાવીને તેને બજારમાં વેચાણ અર્થે મોકલવામાં આવતું હતુ,જે ગોડાઉન હતુ તેને સીલ કરવામાં આવ્યું છે તેમજ મશીનરીને પણ સીલ કરાઈ છે,આ તેલને નમૂના અર્થે એફએસેલમાં મોકલી આપવામાં આવ્યા છે.


જીએસટી નંબર વગર કરતા હતા ધંધો

મામલતદારની ટીમે જયારે દરોડા પાડયા ત્યારે સામે આવ્યું કે વેપારી પાસે ના તો જીએસટી નંબર છે ના તો કોઈ ટેકસનું બિલ છે,બસ એક ગોડાઉન છે અને તેની અંદર કાળો કારોબાર કરવામાં આવતો હતો.ભવાની ટ્રેડિંગ પેઢીના નામે ચાલતો હતો વેપલો,ફૂડ વિભાગ ઉંઘતું રહ્યું અને મામલતદારની ટીમે દરોડા પાડયા હતા.દેલવાડા રોડ પર રહેણાંક મકાનમાં આ તેલનું ઉત્પાદન કરાતું હતુ.તેલના ડબ્બા પણ મામલતદારની ટીમે જપ્ત કર્યા છે અને પોલીસને જાણ કરી છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સોંપાઈ તપાસ

આ સમગ્ર કેસમાં ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગને જાણ કરીને તપાસ સોંપવમાં આવી છે.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મામલે વધુ તપાસ કરીને કાર્યવાહી કરી શકે છે,બ્રાન્ડેડ નામનો ઉપયોગ કરીને લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરીને વધુ રૂપિયાની કમાણી વેપારીઓ કરતા હોય છે ત્યારે આવા વેપારીઓ સામે કાર્યવાહી કડક કરવામાં આવે તેવી લોકોની માગ છે.