Girsomnathમાં ગૌચરની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ પર કલેકટરે બોલાઈ તવાઈ

છેલ્લા ત્રણ દિવસથી ગેરકાયદેસર જમીન પર બાંધેલા દબાણ દૂર કરાયા કલેકટરને વાત ધ્યાને આવતા બુલડોઝર ફેરવી દેવાયું જમીનમાં શેરડી અને મગફળીના ઉભા પાકમાં ગામના પશુધનને ચરવા માટે છૂટું મુકતા પશુપાલકોમાં ખુશી જોવા મળી ગીર સોમનાથ જિલ્લાની અંદર ગૌચરની જમીનમાં કરાયેલા દબાણ ઉપર જિલ્લા કલેકટરે તવાઈ બોલાવી છે તંત્રનું બુલડોઝર છેલ્લા ત્રણ દિવસથી ગૌચરના દબાણો ઉપર ફરી રહ્યું છે ત્યારે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ કોડીનાર તાલુકાના દેવળી (દેદાજી) ગામે 28 કરોડ 40 લાખની ગૌચરની જમીન ખુલ્લી કરાઈ જમીનો પરના દબાણો દૂર કરાયા છે. દબાણો દૂર કરાયા કોડીનાર તાલુકાના દેવળી દેદાજી ગામે ગૌચરની જમીન ઉપર જિલ્લા કલેકટર ના આદેશ બાદ ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી.જે અંતર્ગત વહિવટી તંત્ર દ્વારા છેલ્લા 3 દિવસમાં કુલ 35 દબાણદારો દ્વારા દબાણ કરેલી આશરે રૂ. 28 કરોડ 40 લાખની 597621 ચો.મી. જમીન ગ્રામ પંચાયત દ્વારા ચાર જેસીબી તેમજ બે ટ્રેકટર દ્વારા ગૌચર જમીન પરના તમામ દબાણ દૂર કરવામાં આવ્યા હતાં.આટલું જ નહીં ગૌચરની જમીનો પરના દબાણો દૂર કરી જમીનમાં શેરડી અને મગફળીના ઉભા પાકમાં ગામના પશુધનને ચરવા માટે છૂટું મુકતા પશુપાલકોમાં ખુશી જોવા મળી.પશુપાલકોએ કલેકટરના આ નવતર અભિગમને આવકાર્યો હતો. 15.89 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની 329 ગ્રામ પંચાયત પૈકી 64 ગ્રામ પંચાયતોમાં અત્યાર સુધી ગૌચર સરકારી જમીન અને જાહેર માર્ગના દબાણ મળીને કુલ 15.89 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી છે જેની અંદાજિત 247 કરોડની કિંમત આંકવામાં આવી છે આગળના દિવસોમાં બાકી રહેતી અન્ય ગ્રામ પંચાયતોમાં પણ સરકારના નિયમ અનુસાર ગૌચર કે સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવાની લઈને જિલ્લા વહીવટી તંત્ર કામગીરી કરવા જઈ રહ્યું છે જિલ્લા કલેકટર દ્વારા દબાણ કરતાં લોકોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની અપીલ પણ કરવામાં આવી છે. શ્રીસરકાર જમીનમાં પણ હતા દબાણો સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાછલા એકાદ મહિનાથી જિલ્લામાં ગૌચર સરકારી ખરાબાની જમીન કે જે વિસ્તાર માંથી માર્ગ નિકળતો હોય આવી શ્રીસરકાર હસ્તકની જમીનો પર ખૂબ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યુ હતુ જેને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 15.89 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવે છે જેની આજના દિવસે બજાર કિંમત 247 કરોડ કરતાં વધુની થવા જાય છે જિલ્લાની 329 ગ્રામ પંચાયત પૈકી 64 ગ્રામ પંચાયતોમાં દબાણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે આગામી દિવસોમાં આ જ પ્રકારે અન્ય ગ્રામ પંચાયતોમાં પણ કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. બજાર કિંમત 107 કરોડ રૂપિયા થવા જાય છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખુલ્લી કરાવવામાં આવેલી જમીનો પૈકી 13.21 લાખ ચોરસ મીટર જમીન ગૌચરની સામે આવી હતી જેની બજાર કિંમત 107 કરોડ રૂપિયા થવા જાય છે તો બીજી તરફ સરકારી અને ખરાબાની જમીન કે જેનો વિસ્તાર 2.68 લાખ ચોરસ મીટર થવા જાય છે જેની બજાર કિંમત 140 કરોડ રૂપિયા થવા જાય છે આ તમામ સરકારી જમીનોને ખુલ્લી કરીને ગૌચરમાં પશુધન ચરી શકે તે માટેની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે અત્યાર સુધી અહીં દબાણકારો દ્વારા દબાણ કરીને તેમના આર્થિક લાભ માટે ખેતી થતી હોવાનો પણ જિલ્લા વહીવટી તંત્રની નજરમાં આવ્યું હતું. ત્યાર બાદ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દબાણો હજી પણ દૂર કરાશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોડીનાર તાલુકાના દેવળી ગામમાં 50 વીઘા ગૌચર જમીનમાં દબાણકારો દ્વારા દબાણ કરીને અહીં મગફળી અને શેરડીની ખેતી પાછલા કેટલાક વર્ષોથી કરવામાં આવી રહી હતી આ જગ્યા ગામના પશુધનના ચરણ માટેની હતી પરંતુ તેમાં દબાણ કરો દ્વારા પોતાનો કબજો જમાવીને ખેતી કરતા તેમાંથી આર્થિક લાભ મેળવી રહ્યા હતા. આવી 50 વીઘા જમીન ગઈકાલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવી છે વધુમાં જિલ્લામાં જે દબાણકારો દ્વારા સરકારી કે ગૌચર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે તેને દૂર કરે અન્યથા જિલ્લા વહીવટી તંત્ર બાકી રહેતી ગ્રામ પંચાયતોમાં આ જ પ્રકારે કામગીરી કરીને ગૌચર અને સરકારી જમીનને ખુલ્લી કરાવશે તેવી ચિમકી જિલ્લા કલેકટર દ્વારા દબાણકારોને આપવામાં આવી છે.  

Girsomnathમાં ગૌચરની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ પર કલેકટરે બોલાઈ તવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છેલ્લા ત્રણ દિવસથી ગેરકાયદેસર જમીન પર બાંધેલા દબાણ દૂર કરાયા
  • કલેકટરને વાત ધ્યાને આવતા બુલડોઝર ફેરવી દેવાયું
  • જમીનમાં શેરડી અને મગફળીના ઉભા પાકમાં ગામના પશુધનને ચરવા માટે છૂટું મુકતા પશુપાલકોમાં ખુશી જોવા મળી

ગીર સોમનાથ જિલ્લાની અંદર ગૌચરની જમીનમાં કરાયેલા દબાણ ઉપર જિલ્લા કલેકટરે તવાઈ બોલાવી છે તંત્રનું બુલડોઝર છેલ્લા ત્રણ દિવસથી ગૌચરના દબાણો ઉપર ફરી રહ્યું છે ત્યારે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ કોડીનાર તાલુકાના દેવળી (દેદાજી) ગામે 28 કરોડ 40 લાખની ગૌચરની જમીન ખુલ્લી કરાઈ જમીનો પરના દબાણો દૂર કરાયા છે.

દબાણો દૂર કરાયા

કોડીનાર તાલુકાના દેવળી દેદાજી ગામે ગૌચરની જમીન ઉપર જિલ્લા કલેકટર ના આદેશ બાદ ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી.જે અંતર્ગત વહિવટી તંત્ર દ્વારા છેલ્લા 3 દિવસમાં કુલ 35 દબાણદારો દ્વારા દબાણ કરેલી આશરે રૂ. 28 કરોડ 40 લાખની 597621 ચો.મી. જમીન ગ્રામ પંચાયત દ્વારા ચાર જેસીબી તેમજ બે ટ્રેકટર દ્વારા ગૌચર જમીન પરના તમામ દબાણ દૂર કરવામાં આવ્યા હતાં.આટલું જ નહીં ગૌચરની જમીનો પરના દબાણો દૂર કરી જમીનમાં શેરડી અને મગફળીના ઉભા પાકમાં ગામના પશુધનને ચરવા માટે છૂટું મુકતા પશુપાલકોમાં ખુશી જોવા મળી.પશુપાલકોએ કલેકટરના આ નવતર અભિગમને આવકાર્યો હતો.


15.89 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની 329 ગ્રામ પંચાયત પૈકી 64 ગ્રામ પંચાયતોમાં અત્યાર સુધી ગૌચર સરકારી જમીન અને જાહેર માર્ગના દબાણ મળીને કુલ 15.89 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી છે જેની અંદાજિત 247 કરોડની કિંમત આંકવામાં આવી છે આગળના દિવસોમાં બાકી રહેતી અન્ય ગ્રામ પંચાયતોમાં પણ સરકારના નિયમ અનુસાર ગૌચર કે સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવાની લઈને જિલ્લા વહીવટી તંત્ર કામગીરી કરવા જઈ રહ્યું છે જિલ્લા કલેકટર દ્વારા દબાણ કરતાં લોકોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

શ્રીસરકાર જમીનમાં પણ હતા દબાણો

સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાછલા એકાદ મહિનાથી જિલ્લામાં ગૌચર સરકારી ખરાબાની જમીન કે જે વિસ્તાર માંથી માર્ગ નિકળતો હોય આવી શ્રીસરકાર હસ્તકની જમીનો પર ખૂબ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યુ હતુ જેને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 15.89 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવે છે જેની આજના દિવસે બજાર કિંમત 247 કરોડ કરતાં વધુની થવા જાય છે જિલ્લાની 329 ગ્રામ પંચાયત પૈકી 64 ગ્રામ પંચાયતોમાં દબાણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે આગામી દિવસોમાં આ જ પ્રકારે અન્ય ગ્રામ પંચાયતોમાં પણ કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.


બજાર કિંમત 107 કરોડ રૂપિયા થવા જાય છે

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખુલ્લી કરાવવામાં આવેલી જમીનો પૈકી 13.21 લાખ ચોરસ મીટર જમીન ગૌચરની સામે આવી હતી જેની બજાર કિંમત 107 કરોડ રૂપિયા થવા જાય છે તો બીજી તરફ સરકારી અને ખરાબાની જમીન કે જેનો વિસ્તાર 2.68 લાખ ચોરસ મીટર થવા જાય છે જેની બજાર કિંમત 140 કરોડ રૂપિયા થવા જાય છે આ તમામ સરકારી જમીનોને ખુલ્લી કરીને ગૌચરમાં પશુધન ચરી શકે તે માટેની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે અત્યાર સુધી અહીં દબાણકારો દ્વારા દબાણ કરીને તેમના આર્થિક લાભ માટે ખેતી થતી હોવાનો પણ જિલ્લા વહીવટી તંત્રની નજરમાં આવ્યું હતું. ત્યાર બાદ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

દબાણો હજી પણ દૂર કરાશે

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોડીનાર તાલુકાના દેવળી ગામમાં 50 વીઘા ગૌચર જમીનમાં દબાણકારો દ્વારા દબાણ કરીને અહીં મગફળી અને શેરડીની ખેતી પાછલા કેટલાક વર્ષોથી કરવામાં આવી રહી હતી આ જગ્યા ગામના પશુધનના ચરણ માટેની હતી પરંતુ તેમાં દબાણ કરો દ્વારા પોતાનો કબજો જમાવીને ખેતી કરતા તેમાંથી આર્થિક લાભ મેળવી રહ્યા હતા. આવી 50 વીઘા જમીન ગઈકાલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવી છે વધુમાં જિલ્લામાં જે દબાણકારો દ્વારા સરકારી કે ગૌચર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે તેને દૂર કરે અન્યથા જિલ્લા વહીવટી તંત્ર બાકી રહેતી ગ્રામ પંચાયતોમાં આ જ પ્રકારે કામગીરી કરીને ગૌચર અને સરકારી જમીનને ખુલ્લી કરાવશે તેવી ચિમકી જિલ્લા કલેકટર દ્વારા દબાણકારોને આપવામાં આવી છે.