Gir Somnath: સુત્રાપાડા-વેરાવળમાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી આબેહૂબ સાચી ઠરી છે. સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે આજે વહેલી સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ત્યારબાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સુત્રાપાડા અને વેરાવળ પંથકમાં મેઘરાજાએ જાણે ધામા નાખ્યા હોય તેમ અવિરત વરસાદ વરસી રહ્યો છે.
સુત્રાપાડા ફાટક વિસ્તાર બેટમાં ફેરવાયો
ભારે વરસાદના કારણે સુત્રાપાડા શહેરનો સૌથી વ્યસ્ત ગણાતો ફાટક વિસ્તાર પાણીથી તરબતર થઈ ગયો છે. યોગ્ય ડ્રેનેજ લાઇનની સફાઈ ન થઈ હોવાના કારણે વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા હતા. વાહનો અડધા ડૂબી જાય તેટલા પાણી ભરાઈ જતાં કેટલાય મોટરસાયકલ અને રીક્ષાઓ રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા હતા, જેના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આસપાસની દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચી જતાં વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
વેરાવળમાં પણ સાર્વત્રિક વરસાદ
બીજી તરફ વેરાવળ શહેરી વિસ્તાર અને તેના બંદર પંથકમાં પણ મેઘરાજાની સેકન્ડ ઇનિંગ ધમાકેદાર રહી છે. ગ્રામ્ય પંથકના ખેતરોમાં પાણી ભરાઈ જતાં મોલને જીવનદાન મળ્યું છે, પરંતુ જો વરસાદ લાંબો સમય ચાલુ રહેશે તો પાકને નુકસાન થવાની પણ ભીતિ છે. જિલ્લા વહીવટી તંત્રે છેવાડાના અને દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા અને નાગરિકોને પાણી ભરાયા હોય તેવા અંડરપાસ કે રસ્તાઓ પરથી પસાર ન થવા સત્તાવાર અપીલ કરી છે.
આ પણ વાંચો: Surat: કપ્લેથા ચેકપોસ્ટ પરના 2022ના MD ડ્રગ્સ કેસમાં 3 આરોપીઓને 20-20 વર્ષની સખત જેલ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

