Gir Somnath: સિંહના મોત મામલે વન વિભાગે નાગડિયા ગામના 2 શખ્સને ઉઠાવ્યા, પાકને બચાવવા ખેતરમાં વીજ કરંટ મૂક્યો હતો

Aug 24, 2025 - 10:30
Gir Somnath: સિંહના મોત મામલે વન વિભાગે નાગડિયા ગામના 2 શખ્સને ઉઠાવ્યા, પાકને બચાવવા ખેતરમાં વીજ કરંટ મૂક્યો હતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર ગઢડામાં સિંહનો મૃતદેહને લઈ તપાસ કરવામાં આવી રહી છે. વન વિભાગે નાગડિયા ગામના 2 શખ્સને ઉઠાવ્યા છે. પાકને બચાવવા ખેતરમાં વીજ કરંટ મૂક્યો હતો. ખેતરમાં સિંહ આવતા  વીજ કરંટ લાગતા મોત થયું હતું. સિંહના મૃતદેહને 10 કિમી દૂર રાવલ નદીમાં ફેંક્યો હતો. વધુ લોકોની સંડોવણી હોવાની શંકાએ તપાસ કરવામાં આવી રહી છે.

ગીર ગઢડામાં સિંહનો મૃતદેહને લઈ તપાસ 

ગીર ગઢડા તાલુકાના મહોબતપરા ગામથી પસાર થતી રાવલ નદીમાંથી ગઈ કાલે સવારે એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને વન વિભાગે ગ્રામ્ય વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. 10 કલાક સુધી તપાસ બાદ વન વિભાગને સફળતા મળી છે. ગીર ગઢડા તાલુકાના જંગલની બોર્ડર નજીકના નાગડિયા ગામમાંથી બે શખ્સોને વનવિભાગે ઉઠાવ્યા છે. નાગડિયા ગામની વાડીમાં મગફળીનું વાવેતર કર્યું હોય એ પાકને બચાવા ખેતર ફરતે વીજ કરંટ મૂક્યો હતો ખેતરમાં સિંહ આવતા વીજ શોર્ટ લાગવાથી સિંહનું મોત નીપજ્યું હતું.

વીજ કરંટથી સિંહનું મોત થયું

નાગડિયા ગામમાંથી વનવિભાગે બે લોકોની સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું કે સિંહનું મોત નીપજ્યા બાદ બંને શખ્સો એ ટ્રેક્ટરમાં સિંહના મૃતદેહને નાખી નાગડિયાથી 10 કિમી દૂર મહોબતપરા નજીકથી પસાર થતી રાવલ નદીમાં ફેકી આવ્યા હતા. આ મામલે વધુ લોકોની સંડોવણી પણ હોય શકે જેથી વન વિભાગ વધુ તપાસ અને પૂછપરછ કરી રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0