Gir Somnath: સતત પાંચમાં દિવસે ઉનામાં ભેળસેળીયા ખાદ્યતેલનો જથ્થો ઝડપાયો
ગીર સોમનાથ જિલ્લાના નલિયા માંડવી ગામેથી સતત પાંચમાં દિવસે શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. જશરાજ ટાઉનશીપના રહેણાંક મકાનમાંથી આ જથ્થો ઝડપાયો છે. 192 જેટલા શંકાસ્પદ ખાદ્યતેલના ડબ્બા મળી આવ્યા છે. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેલનો જથ્થો પકડ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા ભેળસેળીયા તત્વો પર તવાઈ કરવામાં આવી છે. ઉનામાં 31.50 લાખના ડુપ્લીકેટ ખાદ્યતેલ બાદ વધુ કાર્યવાહી ઉનામાં 10 સ્થળો પર દરોડામાં 2.24 કરોડનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. વધુ 3850 તેલના ડબ્બા સીઝ કરાયા છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગીર સોમનાથના ઉના પંથકમાં ભેળસેળ યુક્ત ખાદ્ય તેલનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. જેને લઈને પુરવઠા વિભાગ બાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને ઉનાના નલિયા માંડવી ગામેથી આ તેલનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ તેલનો જથ્થો ભેળસેળ યુક્ત હોવાની આ આશંકા છે. નલિયા માંડવી ગામના જશરાજ ટાઉનશિપના રહેણાંક મકાનમાં તેલનો જથ્થો ઝડપાયો છે. આ તેલનો જથ્થો જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ રહેણાંક મકાનમાં છુપાયેલ 192 જેટલા શંકાસ્પદ તેલ ભરેલ ડબ્બા મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાહેર થયું છે કે આ તેલનો જથ્થો ગઈકાલે પકડાયેલ નરેન્દ્ર કોટક, રહે. ઉના વાળાનો છે. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ ટીમે તેલનો જથ્થો ઝડપી ઉના મામલતદારને જાણ કરી છે. ત્યારે આ તેલ નકલી છે કે નીચી ગુણવતાનું છે અને વપરાશકર્તા નાગરિકો બિમાર પડે અથવા તો મૃત્યુ થાય તે માટે જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ છે. ત્યારે છેલ્લા 5 દિવસથી ભેળસેળ વાળું તેલ ઝડપાય છે છતાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ઉનાના નલિયા માંડવી ગામેથી શંકાસ્પદ ખાદ્ય તેલના 400 ડબ્બાઓ જપ્ત કરાયા હતા ગીર સોમનાથ જિલ્લાના નલિયા માંડવી ગામના રહેણાંકીય મકાનમાંથી તેલનો જથ્થો ગઈકાલે ઝડપાયો હતો. નવાબંદર મરીન પોલીસે શંકાસ્પદ હાલતમાં તેલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. નવાબંદર મરીન પોલીસના સંદીપ ઝણકાટ અને પી. પી. બાંભણિયાને બાતમી મળી હતી. બાતમી આધારે પોલીસ સબ. ઇન્સ. વી. કે. ઝાલા સહિતના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી. ઘટના સ્થળ પરથી 400 જેટલા શંકાસ્પદ હાલતમાં તેલ ભરેલ ડબ્બાઓ મળી આવ્યા હતા. દેલવાડાના હરેશ પ્રોવિઝનના માલિક નરેન્દ્ર કોટક રહે.ઉનાનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા ચાર દિવસથી ઉના તાલુકામાં ડુપ્લીકેટ તેલનો શંકાસ્પદ જથ્થો મળી આવેલ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી નવાબંદર મરીન પોલીસે કરતા તંત્ર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથ જિલ્લાના નલિયા માંડવી ગામેથી સતત પાંચમાં દિવસે શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. જશરાજ ટાઉનશીપના રહેણાંક મકાનમાંથી આ જથ્થો ઝડપાયો છે. 192 જેટલા શંકાસ્પદ ખાદ્યતેલના ડબ્બા મળી આવ્યા છે. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેલનો જથ્થો પકડ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા ભેળસેળીયા તત્વો પર તવાઈ કરવામાં આવી છે.
ઉનામાં 31.50 લાખના ડુપ્લીકેટ ખાદ્યતેલ બાદ વધુ કાર્યવાહી
ઉનામાં 10 સ્થળો પર દરોડામાં 2.24 કરોડનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. વધુ 3850 તેલના ડબ્બા સીઝ કરાયા છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગીર સોમનાથના ઉના પંથકમાં ભેળસેળ યુક્ત ખાદ્ય તેલનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. જેને લઈને પુરવઠા વિભાગ બાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને ઉનાના નલિયા માંડવી ગામેથી આ તેલનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ તેલનો જથ્થો ભેળસેળ યુક્ત હોવાની આ આશંકા છે. નલિયા માંડવી ગામના જશરાજ ટાઉનશિપના રહેણાંક મકાનમાં તેલનો જથ્થો ઝડપાયો છે. આ તેલનો જથ્થો જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ રહેણાંક મકાનમાં છુપાયેલ 192 જેટલા શંકાસ્પદ તેલ ભરેલ ડબ્બા મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાહેર થયું છે કે આ તેલનો જથ્થો ગઈકાલે પકડાયેલ નરેન્દ્ર કોટક, રહે. ઉના વાળાનો છે. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ ટીમે તેલનો જથ્થો ઝડપી ઉના મામલતદારને જાણ કરી છે. ત્યારે આ તેલ નકલી છે કે નીચી ગુણવતાનું છે અને વપરાશકર્તા નાગરિકો બિમાર પડે અથવા તો મૃત્યુ થાય તે માટે જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ છે. ત્યારે છેલ્લા 5 દિવસથી ભેળસેળ વાળું તેલ ઝડપાય છે છતાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
ઉનાના નલિયા માંડવી ગામેથી શંકાસ્પદ ખાદ્ય તેલના 400 ડબ્બાઓ જપ્ત કરાયા હતા
ગીર સોમનાથ જિલ્લાના નલિયા માંડવી ગામના રહેણાંકીય મકાનમાંથી તેલનો જથ્થો ગઈકાલે ઝડપાયો હતો. નવાબંદર મરીન પોલીસે શંકાસ્પદ હાલતમાં તેલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. નવાબંદર મરીન પોલીસના સંદીપ ઝણકાટ અને પી. પી. બાંભણિયાને બાતમી મળી હતી. બાતમી આધારે પોલીસ સબ. ઇન્સ. વી. કે. ઝાલા સહિતના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી. ઘટના સ્થળ પરથી 400 જેટલા શંકાસ્પદ હાલતમાં તેલ ભરેલ ડબ્બાઓ મળી આવ્યા હતા.
દેલવાડાના હરેશ પ્રોવિઝનના માલિક નરેન્દ્ર કોટક રહે.ઉનાનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા ચાર દિવસથી ઉના તાલુકામાં ડુપ્લીકેટ તેલનો શંકાસ્પદ જથ્થો મળી આવેલ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી નવાબંદર મરીન પોલીસે કરતા તંત્ર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.