Gir Somnath : વેરાવળ GIDCમાં પ્રદૂષણ ફેલાવતા 3 એકમો કરાયા સીલ

Feb 12, 2025 - 11:00
Gir Somnath : વેરાવળ GIDCમાં પ્રદૂષણ ફેલાવતા 3 એકમો કરાયા સીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથમાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને મામલતદારની ટીમ દ્વારા પ્રદૂષણ મુદે કાર્યવાહી કરાતા 3 મોટા ફિશ એક્સપોર્ટ એકમો સીલ કરાયા. વેરાવળ વિસ્તારમાં મોટી સંખ્યામાં ફિશ એક્સપોર્ટ યુનિટ્સ કાર્યરત છે. ફિશ એક્સપોર્ટ યુનિટ પ્રદૂષણ ફેલાવાતા હોવાના કારણે તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા.

જિલ્લા કલેક્ટરની કાર્યવાહી

વેરાવળમાં આવેલ દરિયા કિનારાને લીધે આ વિસ્તારમાં ફિશ એક્સપોર્ટનો ધંધો વધુ વિસ્તરણ પામ્યો છે. વેરાવળના GIDCમાં મોટી સંખ્યામાં ફિશ એક્સપોર્ટ યુનિટ્સ કાર્યરત છે. GIDCમાં પ્રદૂષણ નિયંત્રણને લઈને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં GPCB અને મામલતદારની ટીમે સંયુકતપણે કાર્યવાહી કરતાં એક્સપોર્ટ કરતાં વિન્સર વર્લ્ડ એક્સપોર્ટ, સોમનાથ મરીન એક્સપોર્ટ સીલ સહિત પ્રેસ્ટીઝ મરીન ફૂડ્સ એકમને સીલ કરવામાં આવ્યા.

પ્રદૂષણ ફેલાવતા એકમો પર દરોડા

તંત્ર દ્વારા પ્રદૂષણ ફેલાવતા એકમો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. ગીરસોમનાથમાં જિલ્લા કલેક્ટર દ્વારા એકમો સીલ કરાતી કાર્યવાહીને પગલે GIDCમાં હડકંપ જોવા મળ્યો. નોંધનીય છે કે ઔદ્યોગિક એકમો તેમજ ફિશ એક્સપર્ટ એકમો દ્વારા કઢાતા નિકાલના કારણે પ્રદૂષણ ફેલાતા પર્યાવરણને મોટું નુકસાન થાય છે. 

3 એકમો સીલ

પર્યાવરણ બચાવ અભિયાન હેઠળ સરકારે પ્રદૂષણ માટે ચોક્કસ મર્યાદા નક્કી કરી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદૂષણ માટે નક્કી કરાયેલી મર્યાદા કરતાં પણ વધુ પ્રદૂષણ ફેલાવનાર એકમો સામે કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં ગીર સોમનાથમાં પ્રદૂષણ ફેલાવાનારા 3 ફિશ એક્સપોર્ટ યુનિટ તાત્કાલિક અસરથી સીલ કરાયા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0