Gir Somnath News : દેવાયત ખવડ કેસમાં નવો વળાંક, હુમલામાં વપરાયેલી બે કાર ગીર સોમનાથથી બિનવારસી મળી

Aug 14, 2025 - 20:30
Gir Somnath News : દેવાયત ખવડ કેસમાં નવો વળાંક, હુમલામાં વપરાયેલી બે કાર ગીર સોમનાથથી બિનવારસી મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લોકડાયરાના કલાકાર દેવાયત ખવડ અને તેના સાથીઓ દ્વારા રાજકોટના એક યુવક પર હુમલો કરવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગુનામાં વપરાયેલી બે કાર બિનવારસી હાલતમાં કબજે કરી છે. આ કાર ગીર સોમનાથ જિલ્લાના બકુલા ધનેજ વિસ્તારમાંથી મળી આવી છે. પોલીસે એક ફોર્ચ્યુનર અને એક ક્રેટા કાર કબજે કરીને તપાસ આગળ ધપાવી છે.

IPC ની કલમ 307 હેઠળ ગુનો નોંધાયો

દેવાયત ખવડ અને તેના સાગરિતો પર IPC ની કલમ 307 (હત્યાનો પ્રયાસ) સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ હુમલા બાદથી દેવાયત ખવડ ફરાર છે. પોલીસની 4 અલગ-અલગ ટીમો તેને શોધવા માટે સઘન પ્રયાસો કરી રહી છે. કાર મળી આવતા પોલીસે હવે તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે કે આરોપીઓ કઈ તરફ ભાગી ગયા છે.

આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર

આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. એક તરફ, આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જ્યારે બીજી તરફ, ગુનામાં વપરાયેલા વાહનો મળી આવવાથી પોલીસને ચોક્કસ દિશા મળી છે. હવે જોવાનું એ રહેશે કે, પોલીસ આ વાહનોના આધારે આરોપીઓને ક્યારે પકડી પાડે છે અને આખરે કાયદાકીય પ્રક્રિયા કયા તબક્કે પહોંચે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0