Gir Somnath News: ગીર ગઢડાના ઝાખિયા રોડ પર સિંહ પરિવારની 'શાહી લટાર', ડાલામથ્થા રસ્તા વચ્ચે ઉતરતા વાહનચાલકોના શ્વાસ અદ્ધર, જુઓ Video

Apr 19, 2026 - 13:30
Gir Somnath News: ગીર ગઢડાના ઝાખિયા રોડ પર સિંહ પરિવારની 'શાહી લટાર', ડાલામથ્થા રસ્તા વચ્ચે ઉતરતા વાહનચાલકોના શ્વાસ અદ્ધર, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીરની ધરતી પર સિંહોનો અદભૂત નજારો જોવા મળવો એ પ્રકૃતિ પ્રેમીઓ માટે એક લ્હાવો હોય છે. ગીર ગઢડા તાલુકાના ઝાખિયા રોડ પર ગત રાત્રિના સમયે સિંહ પરિવારની શાહી લટાર જોવા મળી હતી. જંગલ વિસ્તારની સાવ નજીક આવેલા આ મુખ્ય રોડ પર સિંહો આવી ચઢતા થોડીવાર માટે વાહન વ્યવહાર થંભી ગયો હતો.

સિંહ પરિવારનો રજવાડી અંદાજ

રાત્રિના અંધકારમાં સિંહ પરિવાર પોતાના રજવાડી ઠાઠમાં રસ્તાની વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. ગીરના રાજાનો આ અંદાજ જોઈને ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ કુતૂહલવશ પોતાના વાહનો ઉભા રાખી દીધા હતા. વનરાજોને કોઈપણ જાતનો ડર વગર રસ્તા પર ટહેલતા જોઈ વાહનચાલકો મંત્રમુગ્ધ બન્યા હતા.

મોબાઈલમાં કેદ થયા અદભૂત દ્રશ્યો

વાહનચાલકોએ પોતાની ગાડીની લાઈટના અંજવાળે આ અદભૂત દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. સિંહ પરિવાર રોડ ઓળંગીને ફરી જંગલની ઝાડીઓમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે, વનવિભાગ દ્વારા અવારનવાર સૂચના આપવામાં આવે છે કે, વન્યજીવોને ખલેલ પહોંચાડવી નહીં, છતાં સિંહોના આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં અવારનવાર વાયરલ થતા રહે છે.


આ પણ વાંચો - Gir Somnathમાં સિંહણનો 8 વર્ષની બાળકી પર હુમલો: પુત્રીને બચાવવા માતા સિંહણ સામે લડી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0