Gir Somnath News: વેરાવળના તાતીવેલા ગામે 3 વર્ષની બાળકી પર દીપડાનો જીવલેણ હુમલો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા તાતીવેલા ગામમાંથી હૃદયકંપાવી દેનારી એક ઘટના સામે આવી છે. ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે એક દીપડાએ પરિવારની નજર સામે જ માત્ર ૩ વર્ષની માસૂમ બાળકી પર હુમલો કરી તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાને પગલે પંથકમાં ભારે ફફડાટ
પરિવારજનો અને સ્થાનિકોએ બૂમાબૂમ અને દેકારો મચાવતા દીપડો બાળકીને લોહીલુહાણ હાલતમાં છોડીને નાસી છૂટ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તાતીવેલાના વાડી વિસ્તારમાં રાત્રિના લગભગ 1 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. અહીં રહેતા પરિવારની 3 વર્ષની બાળકી અરફા શેબાઝ ખોખર તેની માતા સાથે રાત્રે બહાર નીકળી હતી, તે જ સમયે અંધારામાં ટાંપીને બેઠેલા દીપડાએ અચાનક અરફા પર ત્રાટક્યો હતો.
દીપડો બાળકીને 500 મીટર દૂર છોડીને ભાગ્યો
દીપડો બાળકીને ગળાના ભાગેથી પકડીને પરિવારની નજર સામે જ અંધારામાં ખેંચી ગયો હતો. જોકે, પરિવારના સભ્યોએ હિંમત હાર્યા વિના તાત્કાલિક જોરજોરથી બૂમાબૂમ અને દેકારો કરવાનું શરૂ કરતાં દીપડો ગભરાઈ ગયો હતો અને બાળકીને ઘટનાસ્થળથી આશરે 500 મીટર દૂર છોડીને જંગલ તરફ ભાગી ગયો હતો. દીપડાના નખ અને દાંત વાગવાના કારણે નાનકડી અરફાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઈ
લોહીલુહાણ હાલતમાં મળી આવેલી બાળકીને પરિવારે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ પણ રાત્રે જ ઘટનાસ્થળે દોડી આવી હતી. માનવભક્ષી બનેલા આ દીપડાને વહેલી તકે પકડવા માટે ફોરેસ્ટર, ગાર્ડ અને શાર્પ ટ્રેકર્સની ટીમો દ્વારા સમગ્ર સીમ વિસ્તારમાં સઘન કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા
દીપડાને કેદ કરવા માટે ઘટનાસ્થળની આસપાસ અલગ-અલગ 4 જગ્યાએ લોખંડના પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. વન વિભાગે તાતીવેલા અને આસપાસના ગ્રામજનોને રાત્રિના સમયે સાવચેત રહેવા અને ઘરની બહાર એકલા ન નીકળવા ખાસ અપીલ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

