Gir Somnath News: પ્રસિદ્ધ લોક-ડાયરાના કલાકાર દેવાયત ખવડને મળી મોટી રાહત, આ કડક શરતો સાથે કોર્ટે જામીન મંજૂર કર્યા

Sep 18, 2025 - 21:00
Gir Somnath News: પ્રસિદ્ધ લોક-ડાયરાના કલાકાર દેવાયત ખવડને મળી મોટી રાહત, આ કડક શરતો સાથે કોર્ટે જામીન મંજૂર કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લોકડાયરાના જાણીતા કલાકાર દેવાયત ખવડને આખરે મોટી રાહત મળી છે. વેરાવળ ડિસ્ટ્રીકટ સેશન્સ કોર્ટે તેમને કડક શરતોને આધીન જામીન મંજૂર કર્યા છે. જેનાથી તે લાંબા સમય બાદ જેલમુક્ત થશે. દેવાયત ખવડ પર ગીર-સોમનાથ જિલ્લાના તાલાલામાં એક યુવક પર હુમલો કરવાનો આરોપ હતો. આ ઘટના બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદથી તે જેલમાં બંધ હતો. આ કેસની સુનાવણી દરમિયાન દેવાયત ખવડના વકીલે કોર્ટ સમક્ષ જામીન માટે દલીલો કરી હતી.

વેરાવળ ડિસ્ટ્રીક સેશન્સ કોર્ટે મંજૂર કર્યા જામીન

કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને જામીન મંજૂર કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ જામીન અરજીને કેટલીક કડક શરતો સાથે મંજૂર કરવામાં આવી છે. કોર્ટે જામીન આપતી વખતે મુખ્ય શરત એ મૂકી છે કે દેવાયત ખવડ સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશી શકશે નહીં. આ ઉપરાંત તેને દર 15 દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે. આ શરતો પાછળનો હેતુ એ છે કે તે સાક્ષીઓને પ્રભાવિત ન કરે અથવા ફરીથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થાય.

સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશબંધી

દેવાયત ખવડના જામીન મંજૂર થતાં તેના સમર્થકો અને ચાહકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ કેસ ઘણા સમયથી ચર્ચામાં હતો અને દેવાયત ખવડની જામીન અરજી પર સૌની નજર હતી. હવે તે જેલમાંથી બહાર આવી શકશે. પરંતુ કોર્ટે નિર્ધારિત કરેલી શરતોનું પાલન કરવું તેમના માટે ફરજિયાત રહેશે. આ ઘટનાએ ફરી એકવાર કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે કે કોઈપણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0