Gir Somnath News : ગીર સોમનાથના સુત્રાપાડાના ધામળેજ ગામે ઉનાળાની શરૂઆતમાં પાણીની રામાયણ, પાણી ના મળતા મહિલાઓએ રોડ કર્યો ચક્કાજામ

Mar 13, 2026 - 13:30
Gir Somnath News : ગીર સોમનાથના સુત્રાપાડાના ધામળેજ ગામે ઉનાળાની શરૂઆતમાં પાણીની રામાયણ, પાણી ના મળતા મહિલાઓએ રોડ કર્યો ચક્કાજામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથના સુત્રાપાડાના ધામળેજ ગામે ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા ઉભી થઈ છે, અને ગ્રામજનોનો આક્ષેપ છે કે, પીવાનું પાણી સમય પ્રમાણે મળતું નથી અને આ બાબતે નગરપાલિકા અને ગામના સરપંચને પણ જાણ કરવામાં આવી હતી, તેમ છત્તા પીવાના પાણીને લઈ સમસ્યા યથવાત છે.

પીવાના પાણી મુદ્દે ગ્રામજનોમાં આક્રોશ

ગામના લોકોનું કહેવું છે કે, છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી સરખુ મળતું નથી અને તેના કારણે સમસ્યા ઉભી થઈ છો, તો પાણીનું બેડું લઈને ફરવું પડે છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, તો ગ્રામજનો રોડ પર એકઠા થતા પોલીસ પણ દોડી આવી હતી અને મહિલાઓને સમજાવીને મામલો થાળે પાડયો હતો.

ગામમાં પાણીનો સમ્પ છે પણ પાણી નથી મળતું

ગામની મહિલાઓનું કહેવું છે કે, ગામમાં વાસમો યોજના અંતર્ગત 3 ટાંકી અને 3 સમ્પ છે તેમ છત્તા પાણી મળતું નથી તેવી વાત સામે આવી છે, તો આજે આજે ગામની ગૃહિણીઓ અને વિદ્યાર્થીઓએ કોડીનાર સુત્રાપાડા રોડ પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો.


આ પણ વાંચો : Gandhinagar News : CM ભૂપેન્દ્ર પટેલનો દિવ્યાંગજનો માટે હિતકારી અભિગમ, આધુનિક મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરનું વિતરણ કર્યું


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0