Gir Somnath Accident: ગીર ગઢડામાં દૂધ ભરેલો ટેમ્પો પલટ્યો, 14 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

ગીર ગઢડાના ઝાંખીયા ગામ વચ્ચે દૂધ ભરેલો ટેમ્પો પલટી ખાતા ટેમ્પોમાં સવાર અનેક વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. દૂધ ભરેલ ટેમ્પોમાં વિદ્યાર્થીઓ રસુલપરાથી ગીર ગઢડા અભ્યાસ માટે આવી રહ્યા હતા, તે દરમિયાન અચાનક દૂધ ભરેલો ટેમ્પો પલટતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, ગીર ગઢડામાં ઝાંખીયા ગામ વચ્ચે દૂધ ભરેલો ટેમ્પો પલટ્યો હોવાની અકમાતની ઘટનામાં 14 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. અકસમાતની ઘટનામાં 8ને ગંભીર ઈજા, અન્ય 6ને સામાન્ય ઈજાઓ પહોંચી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, દૂધ ભરેલા ટેમ્પોના ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટેમ્પો પલ્ટી ખાઇ ગયો હતો અને ટેમ્પોમાં સવાર વિધાર્થીઓમાંથી 8 વિધાર્થીને ગંભીર ઇજા પહોંચતા ઉના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે જ્યારે અન્ય 6 વિધાર્થીને સામાન્ય ઇજાઓ પહોંચી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રસૂલપરા ગામે ST બસ ન ફાળવાતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કૂલ જવા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ST બસના અભાવે વિદ્યાર્થીઓ ખાનગી વાહનમાં જવા માટે મજબૂર બન્યા છે. તેવામાં આવી દુર્ઘટનાઓ અનેક વિદ્યાર્થીઓના મોત થતા હોવાની ઘટના બને છે. જંગલ બોર્ડરની અડીને આવેલ રસૂલપરા ગામને એસ.ટી.બસ ન ફાળવતાં ના છૂટકે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં ગીર ગઢડા અભ્યાસ માટે આવવું પડે છે. આખરે સરકાર આ બાબતે નોંધલે તેવી સ્થાનિકો પોતાની વેદના ઠાલવી રહ્યા છે.

Gir Somnath Accident: ગીર ગઢડામાં દૂધ ભરેલો ટેમ્પો પલટ્યો, 14 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર ગઢડાના ઝાંખીયા ગામ વચ્ચે દૂધ ભરેલો ટેમ્પો પલટી ખાતા ટેમ્પોમાં સવાર અનેક વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. દૂધ ભરેલ ટેમ્પોમાં વિદ્યાર્થીઓ રસુલપરાથી ગીર ગઢડા અભ્યાસ માટે આવી રહ્યા હતા, તે દરમિયાન અચાનક દૂધ ભરેલો ટેમ્પો પલટતા અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, ગીર ગઢડામાં ઝાંખીયા ગામ વચ્ચે દૂધ ભરેલો ટેમ્પો પલટ્યો હોવાની અકમાતની ઘટનામાં 14 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. અકસમાતની ઘટનામાં 8ને ગંભીર ઈજા, અન્ય 6ને સામાન્ય ઈજાઓ પહોંચી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, દૂધ ભરેલા ટેમ્પોના ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટેમ્પો પલ્ટી ખાઇ ગયો હતો અને ટેમ્પોમાં સવાર વિધાર્થીઓમાંથી 8 વિધાર્થીને ગંભીર ઇજા પહોંચતા ઉના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે જ્યારે અન્ય 6 વિધાર્થીને સામાન્ય ઇજાઓ પહોંચી છે.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રસૂલપરા ગામે ST બસ ન ફાળવાતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કૂલ જવા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ST બસના અભાવે વિદ્યાર્થીઓ ખાનગી વાહનમાં જવા માટે મજબૂર બન્યા છે. તેવામાં આવી દુર્ઘટનાઓ અનેક વિદ્યાર્થીઓના મોત થતા હોવાની ઘટના બને છે. જંગલ બોર્ડરની અડીને આવેલ રસૂલપરા ગામને એસ.ટી.બસ ન ફાળવતાં ના છૂટકે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં ગીર ગઢડા અભ્યાસ માટે આવવું પડે છે. આખરે સરકાર આ બાબતે નોંધલે તેવી સ્થાનિકો પોતાની વેદના ઠાલવી રહ્યા છે.