Gir Somnath: સોમનાથના દરિયાકાંઠે દેશભક્તિ અને રોમાંચનો સમન્વય, ભારતીય વાયુસેનાની પ્રખ્યાત SKAT ટીમ દ્વારા એરોબેટિક્સનું પ્રદર્શન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભગવાન સોમનાથના સાનિધ્યમાં અત્યારે 75માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ અવસરે ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત 'સૂર્યકિરણ એરોબેટિક ટીમ' (SKAT) સોમનાથના આકાશમાં રોમાંચક પ્રદર્શન કરવા સજ્જ છે. લાલ અને સફેદ રંગના 6 હોક Mk-132 (Hawk Mk-132) જેટ વિમાનો આકાશમાં ગોળ ગોળ ઘૂમીને અને અવનવી રચનાઓ બનાવીને દર્શકોને મંત્રમુગ્ધ કરશે.
અત્યંત જોખમી અને દિલધડક કરતબ
આ એર શોની સૌથી મોટી વિશેષતા એ છે કે વાયુસેનાના આ વિમાનો હવામાં માત્ર 5 મીટરથી પણ ઓછા અંતરે એકબીજાની અત્યંત નજીક રહીને ઉડ્ડયન કરશે. આ પ્રકારના કરતબ માટે અત્યંત ચોકસાઈ અને કૌશલ્યની જરૂર હોય છે. ગ્રુપ કેપ્ટન અજય દાસારથીના નેતૃત્વમાં આખી ટીમ સોમનાથ મંદિરના આકાશમાં એરોબેટિક્સના કરતબ બતાવશે.
SKAT ટીમનો ભવ્ય ઈતિહાસ
ભારતીય વાયુસેનાની આ ટીમે વર્ષ 1996 થી અત્યાર સુધીમાં ભારત અને વિદેશમાં 800 થી વધુ સફળ શો કર્યા છે. ચીન, સિંગાપોર અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશોમાં પણ આ ટીમે ભારતનું પ્રતિનિધિત્વ કરીને વાયુસેનાની તાકાતનો પરચો આપ્યો છે. લાલ-સફેદ રંગના આ વિમાનો જ્યારે આકાશમાં એર-સ્મોક દ્વારા તિરંગાના ત્રણ રંગો છોડશે, ત્યારે વાતાવરણ દેશભક્તિથી ગુંજી ઉઠશે.
આ પણ વાંચો: Surat: ઓડિશામાં 3 કરોડની બેંક લૂંટ કરી સુરતમાં છુપાયેલો મુખ્ય સૂત્રધાર ‘લડુ’ ઝડપાયો, સચિન GIDC પોલીસે બિહારના આરોપીને દબોચ્યો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

