Gir Somnath : મિતિયાજ ગામની ગ્રામ પંચાયત કચેરી રાત્રિના સમયે પણ ખુલ્લી રહેશે, ખેડૂતોને પોતાના કામકાજ કરવામાં રહેશે સરળતા

Jul 28, 2025 - 02:00
Gir Somnath : મિતિયાજ ગામની ગ્રામ પંચાયત કચેરી રાત્રિના સમયે પણ ખુલ્લી રહેશે, ખેડૂતોને પોતાના કામકાજ કરવામાં રહેશે સરળતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું મિતિયાજ ગામ એક ક્રાંતિકારી નિર્ણયને કારણે ચર્ચામાં આવ્યું છે. મિતિયાજ ગામના નવનિયુક્ત સરપંચ સુરપાલસિંહ બારડે ગ્રામજનો, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોના હિતમાં એક અતિ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી મિતિયાજ ગ્રામ પંચાયત કચેરી રાત્રિના સમયે પણ ખુલ્લી રહેશે, જેથી દિવસ દરમિયાન કામકાજમાં વ્યસ્ત રહેતા લોકો સરળતાથી પંચાયતની સેવાઓનો લાભ લઈ શકે.

રાત્રે પંચાયત ચાલુ થવાથી અમને ખૂબ ફાયદો : ગ્રામજનો

મિતિયાજ ગામના નવનિયુક્ત સરપંચ સુરપાલસિંહ બારડ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ આજથી દરરોજ રાત્રે 8:30થી 10:00 વાગ્યા સુધી ગ્રામ પંચાયતની ઓફિસ ખુલ્લી રહેશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એ છે કે ગામના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તેમજ ખેડૂતો આખો દિવસ મજૂરી કામ અને ખેતીવાડીના કાર્યોમાં વ્યસ્ત રહેતા હોય છે. જેના કારણે તેઓને દિવસ દરમિયાન પંચાયત સંબંધિત કામગીરી માટે સમય મળતો નથી. આ નવી પહેલથી હવે તેઓ પોતાના દિવસભરના કામ બાદ પણ પંચાયતની સેવાઓનો લાભ લઈ શકશે. ત્યારે ગ્રામજનો પણ ગામના સરપંચના નિર્ણયને આવકારી લીધો છે. ખેડૂતોને દિવસે ટાઈમ ન હોય તો તેઓ રાત્રે પણ પોતાના કામ પૂરા કરી શકે છે. જેને લઈ ગ્રામજનોએ જણાવ્યું હતું કે "અમે આખો દિવસ ખેતરમાં કામ કરતા હોઈએ છીએ અને મજૂરી કરતા હોઈએ છીએ તો અમને દિવસે પંચાયતમાં આવવાનો ટાઈમ મળતો નહોતો. હવે રાત્રે પંચાયત ચાલુ થવાથી અમને ખૂબ સારો ફાયદો થશે."

આ પહેલ અન્ય ગ્રામ પંચાયતો માટે પણ એક દાખલારૂપ બનશે

આ નવી વ્યવસ્થાથી ગ્રામજનો અને ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવામાં તથા તેમની સમસ્યાઓના નિરાકરણમાં ઘણી મદદ મળશે. સરપંચ બારડે જણાવ્યું કે, આ રાત્રિ સેવા દરમિયાન વિધવા સહાય, વૃદ્ધાવસ્થા પેન્શન, આરોગ્ય લક્ષી યોજનાઓ, આધારકાર્ડ, રેશનકાર્ડ જેવી તમામ પ્રકારની યોજનાઓ સંબંધિત કામગીરી થઈ શકશે. આ ઉપરાંત, ખેડૂતોને મુંઝવતા પ્રશ્નો જેવા કે જમીન સંબંધિત મુદ્દાઓ, સરકારી સહાય કે ખેતીવાડી સંબંધિત અન્ય કોઈ પણ બાબતે નિરાકરણ મેળવી શકાશે. સરપંચ સુરપાલસિંહ બારડના આ નિર્ણયને મિતિયાજ ગામના લોકો અને આસપાસના વિસ્તારના ખેડૂતો દ્વારા ઉષ્માભર્યો આવકાર મળ્યો છે. આ પગલું દર્શાવે છે કે નવનિયુક્ત સરપંચ ગ્રામજનોની સેવા માટે સંપૂર્ણપણે તત્પર અને પ્રતિબદ્ધ છે. આશા છે કે આ પ્રેરણાદાયક પહેલ અન્ય ગ્રામ પંચાયતો માટે પણ એક દાખલારૂપ બનશે.

રાત્રીના 8:30થી 10:00 વાગ્યા સુધી ગ્રામ પંચાયત ખુલ્લી રહેશે

સરપંચે વધુમાં જણાવ્યું હતું કે "મારા ગામના ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોને જે દિવસે ટાઈમ નથી મળતો એના માટે સ્પેશિયલ મેં રાત્રીના 8:30થી 10:00 વાગ્યા સુધી ગ્રામ પંચાયત ઓફિસ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જેમાં આધારકાર્ડ, રેશનકાર્ડ, વિધવા સહાય, વૃદ્ધાવસ્થા પેન્શન અને ખેડૂતોને જે પણ પ્રશ્નો હોય, જમીન સંબંધિત હોય કે સરકારી યોજનાઓનો લાભ લેવો હોય તો એ બધી જ કામગીરી રાત્રિના સમયમાં કરવામાં આવશે." "સરપંચ સાહેબે જે નિર્ણય લીધો છે રાત્રિના પંચાયત ચાલુ રાખવાનો, એ ખૂબ સારો નિર્ણય લીધો છે. ગામના લોકોને ખૂબ સારો સપોર્ટ મળશે અને અમને બધાને ખૂબ સારો ફાયદો થશે." ખરેખર, સરપંચ સુરપાલસિંહ બારડનો આ નિર્ણય અન્ય ગ્રામ પંચાયતો માટે પણ પ્રેરણારૂપ છે. ગ્રામજનોની સુવિધાને પ્રાધાન્ય આપતો આ અભિગમ લોકશાહીના સાચા અર્થને સાર્થક કરે છે. આપણે આશા રાખીએ કે આવા જ લોકહિતના કાર્યો થતા રહે અને ગામડાઓ વધુ સમૃદ્ધ બને. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0