Gir Somnath: ગીર સોમનાથના કોડીનારમાં દીપડો પાંજરે પૂરાયો, જુઓ Video

Feb 3, 2025 - 17:00
Gir Somnath: ગીર સોમનાથના કોડીનારમાં દીપડો પાંજરે પૂરાયો, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથમાં કોડીનારના બરડાથી દિપડો પાંજરે પુરાયો છે. છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં આંટાફેરા દિપડો કરી રહ્યો હતો. તો બીજી તરફ દિપડાને વન વિભાગની ટીમે પાંજરામાં પુરીને શિકંજામાં લીધો છે. ઉલ્લેખનીય છે કે દિપડો પાંજરે પૂરાતા સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

કોડીનાર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર દિપડાના આતંકે હાહાકાર મચાવ્યો હતો. થોડા દિવસોથી બરડા અને આસપાસના વિસ્તારમાં દીપડાનો ત્રાસ હતો. નાના પશુઓનું મારણ કરી ધામ નાખતા ભય ફેલાયો હતો. ગામ લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જામવાળા વન વિભાગે દીપડાને પકડવા મારણ સાથે પાંજરૂ મક્યું હતું. જેમાં આજે વહેલી સવારે દીપડો પાંજરામાં કેદ થયો છે. દીપડાને જામવાળા એનિમલકર સેન્ટર ખાતે લઇ જવાયો છે. જ્યાંથી તેને જંગલમાં મુક્ત કરાશે.

આજે દીપડો પાંજરે પુરાતાં વન તંત્રએ તજવીજ હાથ ધરી હતી. ત્યારે આ વિસ્તારમાં હજુ દીપડા આંટા ફેરા મારી રહ્યા હોવાની ગ્રામજનોની ફરીયાદોને ધ્યાને લઈ વન તંત્ર એ સતત કાર્યરત રહી દીપડાઓને પાંજરે પૂરતા ગ્રામજનો એ થોડો રાહતનો શ્વાસ લીધો હતો. જોકે હજુ પણ ગીર રેવન્યુ વિસ્તારમાં દીપડા હોય લોકોમાં થોડી રાહત સાથે ભય હોય માટે વનવિભાગની ટીમો પાંજરા મૂકી આ દીપડા ઓને પકડી પાડવા સક્રિય બની છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0