Gir Somnath: ઉના દલિત અત્યાચાર કાંડમાં આરોપીઓને 5 વર્ષની કેદ, પરંતુ 6 વર્ષથી જેલમાં હોવાથી મુક્ત થવાનો માર્ગ મોકળો

Mar 17, 2026 - 12:30
Gir Somnath: ઉના દલિત અત્યાચાર કાંડમાં આરોપીઓને 5 વર્ષની કેદ, પરંતુ 6 વર્ષથી જેલમાં હોવાથી મુક્ત થવાનો માર્ગ મોકળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલા ઉના દલિત અત્યાચાર કાંડમાં આખરે ન્યાયિક પ્રક્રિયાના અંતે કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વેરાવળ સેશન્સ કોર્ટના જજ પંડ્યા દ્વારા આ કેસના 5 આરોપીઓને વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કરી સજાની જાહેરાત કરવામાં આવી છે.

ઉના દલિત અત્યાચાર કાંડમાં ચુકાદો 

કોર્ટે આરોપીઓને અલગ-અલગ કલમો હેઠળ સજા ફટકારી છે, જે તમામ એકી સાથે ભોગવવાની રહેશે.એટ્રોસિટી એક્ટ હેઠળ તમામ 5 આરોપીઓને 5 વર્ષની સજા.IPC 323 અને 324 હેઠળ 3 વર્ષની કેદની સજા.IPC 342 અને 504 હેઠળ 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે.તમામ આરોપીઓ પર ₹5,000 નો આર્થિક દંડ પણ લાદવામાં આવ્યો છે.

જેલમુક્તિનો માર્ગ મોકળો

કોર્ટના આ આદેશમાં એક મહત્વપૂર્ણ પાસું એ પણ છે કે તમામ સજાઓ એકી સાથે ભોગવવાની રહેશે. આ કેસમાં જે આરોપીઓને 5 વર્ષની સજા થઈ છે, તેઓ છેલ્લા 6 વર્ષથી વધુ સમયથી જેલવાસ ભોગવી ચૂક્યા છે. કાયદાકીય જોગવાઈ મુજબ, આરોપીઓએ ફટકારવામાં આવેલી સજા કરતા વધુ સમય જેલમાં વિતાવ્યો હોવાથી હવે તેમની સજાની અવધિ પૂર્ણ થયેલી ગણાશે અને તેઓને જેલમાંથી મુક્ત કરવામાં આવશે.
આ પણ વાંચો: Navsari: વીજતંત્રની ઘોર બેદરકારીએ કિશોરીનો જીવ લીધો, રસ્તા પરથી પસાર થતી 16 વર્ષીય આયુષી પર જીવંત વીજતાર તૂટી પડ્યો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0