Gir Somnath: ઈકો સેન્સેટિવ ઝોનનો વિરોધ વધ્યો, સાંસદ પણ સંમેલનમાં જોડાયા
સૂચિત ઇકો સેન્સેટિવ ઝોનના કાયદાને નાબૂદ કરવાની માંગ સાથે ગીરના પાટનગર તાલાલા ખાતે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના સરપંચથી લઇ સાંસદ સુધીના જન પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં ઇકો ઝોન સામેની લડતમાં આગામી રણનીતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ સહિતના સત્તાપક્ષના પ્રતિનિધિઓ દ્વારા આ મુદ્દે સરકારમાં યોગ્ય રજૂઆતની બાંહેધરી આપી હતી. આવનાર દિવસોમાં દિલીપ સંઘાણીની અધ્યક્ષતામાં મહા ખેડૂત સંમેલન યોજાશે. ઈકો ઝોનને ગીર પંથકના લોકોમાં રોષ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગીર જંગલની આસપાસ સૂચિત ઈકો ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેને લઈ ગીર પંથકના ગ્રામજનો અને ખેડૂતોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો અને ગીરના ગ્રામજનોનું માનવું છે કે ઇકો સેન્સેટિવ ઝોન લાગુ થતા વન વિભાગની ગુલામીમાં ગ્રામજનોને ફસાઈ જવાની ફરજ પડશે. ભારતીય કિસાન સંઘ દ્વારા બેઠક યોજવામાં આવી ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને અસર કરતા ઇકો સેન્સેટિવ ઝોનના કાયદાનો પ્રચંડ વિરોધ ઉઠી રહ્યો છે. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ સુચિત ઈકો સેન્સેટીવ ઝોન નાબૂદ કરવા માટેની માંગ પ્રબળ બની રહી છે. છેલ્લા કેટલાય સમયથી અનેકવિધ કાર્યક્રમો અપાઈ રહ્યા છે ત્યારે આજે ગીરના પાટનગર તાલાળા ખાતે એપીએમસીમાં ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત ગામોના સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો ભારતીય જનતા પક્ષના જિલ્લા પ્રમુખો અને સાંસદ રાજેશ ચુડાસમા સહિતના જવાબદાર આગેવાનોની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ઈકો સેન્સેટિવ ઝોનના વિરોધમાં પહેલીવાર સાંસદ મેદાને જેમાં ઇકોસ સેન્સેટિવ ઝોન સામે 60 દિવસમાં વાંધા રજૂ કરવાની મુહીમ તેજ બનાવવામાં આહવાન કરવામાં આવ્યું હતું. ઈકો સેન્સીટીવ ઝોન સામે વધતા જતા જન આક્રોશ મુદ્દે સોરઠના સાંસદ રાજેશ ચુડાસમાએ સંદેશ ન્યુઝ સાથેની વાતમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના મતદારો અને જનતાએ મને ત્રણ-ત્રણ વાર સાંસદ બનાવ્યો છે. ત્યારે તેમને પડતી મુશ્કેલીમાં તેમની સાથે ઉભો રહેવું એ મારી ફરજ છે. ઈકો ઝોનના કાયદાને લઈ સાંસદ લેખીત રજૂઆત કરશે સાંસદ રાજેશ ચુડાસમાએ વધુમાં કહ્યું કે, ઈકો ઝોનના કાયદાને લઈને ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગ સરકાર સુધી પહોંચાડવા પોતે લેખીત રજૂઆત કરશે. ઉપરાંત આ વિસ્તારના નાગરિક તરીકે ઇકો સેન્સેટિવ ઝોનના જાહેરનામા સામે પોતાનો વ્યક્તિગત વિરોધ અને વાંધો પણ ઓનલાઇન નોંધાવશે તેવું સાંસદે જણાવ્યું હતું. ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખે પ્રતિક્રિયા આપી ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ ભરત સોજીત્રા એ જણાવ્યું હતું કે, ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ઈકો ઝોન કોઈ પણ કાળે મંજૂર નથી. આ કાળા કાયદાને અટકાવવા હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટમાં રિટ પીટીશન કરવામાં આવશે. હાલ આ કાયદાના વિરોધમાં વધુમાં વધુ ઓનલાઈન વાંધા રજૂ કરવા માટે ગામે ગામ ખાટલા બેઠકોના માધ્યમથી લોક જાગૃતિના કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત આવનાર દિવસોમાં દિલીપ સંઘાણીની અધ્યક્ષતામાં તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ત્રણેય જિલ્લાના ખેડૂતોનું મહાસમેલન યોજાશે.સિંહોનો ગઢ ગણાતા સાસણ ગીરને આ ઝોનમાંથી બાકાત કરાયો ભરત સોજીત્રાએ વધુ માં જણાવ્યું હતું કે, ઇકો સેન્સેટિવ ઝોનમાં અનેક વિસંગતતાઓ જોવા મળી રહી છે. જેને સિંહોનો ગઢ ગણવામાં આવે છે એ સાસણ ગીરને આ ઝોનમાંથી બાકાત કરી દેવાયુ છે. આ ઉપરાંત અનેક સ્થળોએ મોટા માથાઓના હિત ધરાવતા વિસ્તારને બાકાત કરી દેવામાં આવ્યો છે. ત્યારે આવી વિસંગતતા ઉભી કરનાર અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માંગ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સૂચિત ઇકો સેન્સેટિવ ઝોનના કાયદાને નાબૂદ કરવાની માંગ સાથે ગીરના પાટનગર તાલાલા ખાતે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના સરપંચથી લઇ સાંસદ સુધીના જન પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં ઇકો ઝોન સામેની લડતમાં આગામી રણનીતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમાં સાંસદ સહિતના સત્તાપક્ષના પ્રતિનિધિઓ દ્વારા આ મુદ્દે સરકારમાં યોગ્ય રજૂઆતની બાંહેધરી આપી હતી. આવનાર દિવસોમાં દિલીપ સંઘાણીની અધ્યક્ષતામાં મહા ખેડૂત સંમેલન યોજાશે.
ઈકો ઝોનને ગીર પંથકના લોકોમાં રોષ
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગીર જંગલની આસપાસ સૂચિત ઈકો ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેને લઈ ગીર પંથકના ગ્રામજનો અને ખેડૂતોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો અને ગીરના ગ્રામજનોનું માનવું છે કે ઇકો સેન્સેટિવ ઝોન લાગુ થતા વન વિભાગની ગુલામીમાં ગ્રામજનોને ફસાઈ જવાની ફરજ પડશે.
ભારતીય કિસાન સંઘ દ્વારા બેઠક યોજવામાં આવી
ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને અસર કરતા ઇકો સેન્સેટિવ ઝોનના કાયદાનો પ્રચંડ વિરોધ ઉઠી રહ્યો છે. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ સુચિત ઈકો સેન્સેટીવ ઝોન નાબૂદ કરવા માટેની માંગ પ્રબળ બની રહી છે. છેલ્લા કેટલાય સમયથી અનેકવિધ કાર્યક્રમો અપાઈ રહ્યા છે ત્યારે આજે ગીરના પાટનગર તાલાળા ખાતે એપીએમસીમાં ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત ગામોના સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો ભારતીય જનતા પક્ષના જિલ્લા પ્રમુખો અને સાંસદ રાજેશ ચુડાસમા સહિતના જવાબદાર આગેવાનોની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
ઈકો સેન્સેટિવ ઝોનના વિરોધમાં પહેલીવાર સાંસદ મેદાને
જેમાં ઇકોસ સેન્સેટિવ ઝોન સામે 60 દિવસમાં વાંધા રજૂ કરવાની મુહીમ તેજ બનાવવામાં આહવાન કરવામાં આવ્યું હતું. ઈકો સેન્સીટીવ ઝોન સામે વધતા જતા જન આક્રોશ મુદ્દે સોરઠના સાંસદ રાજેશ ચુડાસમાએ સંદેશ ન્યુઝ સાથેની વાતમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના મતદારો અને જનતાએ મને ત્રણ-ત્રણ વાર સાંસદ બનાવ્યો છે. ત્યારે તેમને પડતી મુશ્કેલીમાં તેમની સાથે ઉભો રહેવું એ મારી ફરજ છે.
ઈકો ઝોનના કાયદાને લઈ સાંસદ લેખીત રજૂઆત કરશે
સાંસદ રાજેશ ચુડાસમાએ વધુમાં કહ્યું કે, ઈકો ઝોનના કાયદાને લઈને ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગ સરકાર સુધી પહોંચાડવા પોતે લેખીત રજૂઆત કરશે. ઉપરાંત આ વિસ્તારના નાગરિક તરીકે ઇકો સેન્સેટિવ ઝોનના જાહેરનામા સામે પોતાનો વ્યક્તિગત વિરોધ અને વાંધો પણ ઓનલાઇન નોંધાવશે તેવું સાંસદે જણાવ્યું હતું.
ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખે પ્રતિક્રિયા આપી
ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ ભરત સોજીત્રા એ જણાવ્યું હતું કે, ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ઈકો ઝોન કોઈ પણ કાળે મંજૂર નથી. આ કાળા કાયદાને અટકાવવા હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટમાં રિટ પીટીશન કરવામાં આવશે. હાલ આ કાયદાના વિરોધમાં વધુમાં વધુ ઓનલાઈન વાંધા રજૂ કરવા માટે ગામે ગામ ખાટલા બેઠકોના માધ્યમથી લોક જાગૃતિના કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત આવનાર દિવસોમાં દિલીપ સંઘાણીની અધ્યક્ષતામાં તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ત્રણેય જિલ્લાના ખેડૂતોનું મહાસમેલન યોજાશે.
સિંહોનો ગઢ ગણાતા સાસણ ગીરને આ ઝોનમાંથી બાકાત કરાયો
ભરત સોજીત્રાએ વધુ માં જણાવ્યું હતું કે, ઇકો સેન્સેટિવ ઝોનમાં અનેક વિસંગતતાઓ જોવા મળી રહી છે. જેને સિંહોનો ગઢ ગણવામાં આવે છે એ સાસણ ગીરને આ ઝોનમાંથી બાકાત કરી દેવાયુ છે. આ ઉપરાંત અનેક સ્થળોએ મોટા માથાઓના હિત ધરાવતા વિસ્તારને બાકાત કરી દેવામાં આવ્યો છે. ત્યારે આવી વિસંગતતા ઉભી કરનાર અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માંગ કરી છે.