Gir somnath:વેરાવળમાં એક દર્દીને એનેસ્થેસિયા આપી બીજાને મોર્ફિનની ગોળી આપી હત્યા કરી

Nov 26, 2025 - 04:00
Gir somnath:વેરાવળમાં એક દર્દીને એનેસ્થેસિયા આપી બીજાને મોર્ફિનની ગોળી આપી હત્યા કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વેરાવળમાં ડબલ મર્ડરનો પોલીસે ઉકેલીને એક યુવકની ધરપકડ કરી છે. વેરાવળમાં તા.11/11 અને તા.22/07ના બંને અકસ્માતે મોતની તપાસ માટે પોલીસે ટીમો બનાવી તપાસ કરતા એક શકમંદ શ્યામ નાથાભાઇ ચૌહાણ (ઉ.વ.24) રહે.વેરાવળ,હુડકો સોસાયટી, માનવ રેસીડેન્સીની પૂછપરછ કરતા ભાંગી પડયો હતો.

તેણે જણાવ્યું હતું કે તા.11ના રોજ પોતાની સોસાયટીમાં રહેતા ભાવનાબેનને ત્યાં પાન-માવો લેવા જતા તેમણે સોનાનો ચેઇન પહેરેલો હોય તેના પર નજર પડી હતી. ભાવનાબેને પણ પોતાને થાઇરોઇડના રીપોર્ટ કરવાનું જણાવતા શ્યામે પ્રથમ પોતાની પાસે રહેલ નીયોવેકના ઓવરડોઝ ઇન્જેક્શન ભરી લઇ તેણીના ઘરે જઈ ઈંજેક્શન આપી બેભાન કર્યા હતા. બાદમાં મોંઢા પર નેપકીનનો મુંગો દઇ હત્યા કરી, સોનાનો ચેઇન તથા બુટી કાઢી લીધા હતા. ગઇ તા.21/07ના ડાભોર રોડ ખાતે રહેતા તેના મિત્ર અભિષેકને દુઃખાવાનું ઇન્જેક્શન આપવા જવાનું હોય અને મિત્ર સોનાની વીંટી પહેરતો હતો. મિત્ર ઘરે એકલા હોવાની જાણ થતા ઇન્જેક્શન આપવા જતી વખતે તેણે સોડા લઇ તેમાં મોર્ફ-10 Mg દવાનો ઓવર ડોઝ નાખી તે સોડા પીવડાવી, બેભાન કરી, મોંઢા પર ઓશીકાનો મુંગો દઈ હત્યા કરી, સોનાની વીટી તેમજ ઘરમાંથી રૂ.71,000 લઇ નાસી ગયો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0