Gir Somnathમાં NHAIની સંપાદિત જમીન પર બોગસ આંગણવાડી કૌંભાડનો પર્દાફાશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથમાં બોગસ આંગણવાડી ઝડપાઈ. ગીર સોમનાથના કોડીનાર કડવાસણ ખાતે ચાલતા બોગણ આંગણવાડી કૌભાંડનો પર્દાફાશ થયો. વધુ આશ્ચર્યની બાબત એ છે કે આ આંગણવાડી NHAIની સંપાદિત જમીન પર ચાલતી હોવા છતાં તંત્રના કોઈ અધિકારીને ગંધ પણ ના આવી. ખાનગી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં આંગણવાડી ચાલતી હોવાનું સામે આવ્યા બાદ મામલતદાર-સીડીપીઓની ટીમે તપાસ હાથ ધરી.
બોગસની બોલબાલા
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં બોગસની બોલબાલા વધી રહી છે. બોગસ કચેરી, બોગસ તબીબ, બોગસ ટોલનાકું, બોગસ અધિકારી તેમજ બોગસ કોલ સેન્ટર અને હવે બોગસ આંગણવાડી કૌભાંડનો ભાંડો ફૂડયો. કડવાસણ ગામના સર્વે નંબર 26માં વાડી વિસ્તારની આંગડવાડીનું બોર્ડ લગાવ્યું છે. પરંતુ મકાનમાં ખાનગી ટ્રાન્સપોર્ટની ઓફીસ ચાલતી હોવાની કેટલાક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી.
NHAIની સંપાદિત જમીન આંગણવાડી
નાગરિકની ફરિયાદને ગંભીરતાથી લઈને આખરે તપાસ હાથ ધરાતા બોગસ આંગણવાડી કૌભાંડનો પર્દાફાશ થયો. કોડીનાર કડવાસણ ખાતે NHAIની સંપાદિત જમીન પર ખાનગી ટ્રાન્સપોર્ટ અને બોગસ આગણવાંડી ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યા બાદ મામલતદાર-સીડીપીઓની ટીમ દ્વારા સ્થળ પર તપાસનો ધમધમાટ શરૂ થયો. તપાસ બાદ જવાબદારો સામે પગલા લેવામા આવશે. અને બોગસ આંગણવાડી ચલાવનાર અને ખાનગી ટ્રાન્સપોર્ટ ચલાવનાર આયોજકો સામે કાયદાકીય કાર્યવાહી કરાશે. આખરે NHAIની સંપાદિત જમીન પર કોની મંજૂરી બાદ આ કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે તેને લઈને પણ તપાસ હાથ ધરાશે. આંગણવાડી કૌભાંડમાં વધુ રહસ્યો ખુલે તેવી સંભાવના છે.
સરકારની આંગણવાડી યોજના
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરના વિવિધ વિસ્તારોમાં આંગણવાડી ખોલાવામાં આવી છે. બાળકોનો સારી રીતે ઉછેર કરી શકાય તે ઉદેશ્ય હેતું સરકાર દ્વારા આંગણવાડી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આંગણવાડીમાં આવતા બાળકો પ્રાથમકિ શિક્ષણમાં પ્રવેશ લે તે પહેલા જ પ્રાથમિક સંસ્કાર મેળવે અને સાથે તેમનું આરોગ્ય પણ જળવાઈ રહે માટે આંગણવાડીમાં સરકાર તરફથી ભરતી કરવામાં આવતી હોય છે.
તપાસનો ધમધમાટ
નિયમ મુજબ ઓછામાં એક વર્ષના સ્થાનિક કાર્યકરને આંગણવાડીમાં કાર્યકર તરીકે લેવામાં આવતા હોય છે. આ ઉપરાંત જે - તે વિસ્તારમાં આંગણવાડી ખોલવાને લઈને પણ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. છતાં પણ લાભની લાલચે લોકો બોગસ આંગણવાડી ખોલવા લાગ્યા છે. કોડીનાર કડવાસણ ખાતે એક જ સ્થાન પર બે સંસ્થા ચલાવવાનું સામે આવતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.
What's Your Reaction?






