Gandhingarના રૂપાલ ગામમાં પલ્લીયાત્રા થઈ સંપન્ન, ગામમાં વહી ઘી ની નદીઓ

રૂપાલ ગામમાં પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજે પણ જીવંત છે.દર વર્ષે નવમાં નોરતે વરદાયિની માતાજીની પલ્લી ભરાય છે.જેમાં, લાખોની મેદની આ પલ્લીના દર્શન કરવા આવે છે.નોમની રાત્રે આ પલ્લીને યોજવામાં આવે છે.વરદાયિની માતાના દેવસ્થાને યોજાય છે પલ્લી અને મધ્ય વિસ્તારથી નીકળીને નિજમંદિરે યાત્રા પૂર્ણ થઈ છે.યાત્રા દરમિયાન રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહે છે,લોકો ઘી લાવીને આ પલ્લીમાં પૂરે છે અને માનતા પણ માને છે. 5 હજાર વર્ષથી ચાલી આવે છે યાત્રાની પરંપરા આ પલ્લી વર્ષોથી એટલે કે પાંચ હજાર વર્ષોથી ચાલી આવે છે.પાંડવોનો અજ્ઞાતવાસ પૂર્ણ થતા પ્રથમ પલ્લીયાત્રા યોજાઈ હતી અને આ પલ્લીમાં નિઃસંતાન દંપતી માનતા રાખે તે પૂર્ણ થતી હોવાની માન્યતા પણ જોડાયેલી છે.ત્રે 12 વાગ્યે માતાજીની પલ્લી પરંપરાગત રીતે નીકળી હતી. વર્ષો જૂની પરંપરા પ્રમાણે પલ્લીમાં ઘી ચડાવવામાં આવ્યું. આ વર્ષે પલ્લી પર કરોડ રૂપિયાથી વધુની કિંમતના ઘીનો અભિષેક કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે યોજાયેલી પલ્લીમાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો જોડાયા હતા.સીસીટીવી કેમેરાથી રખાય છે નજર રૂપાલ ખાતે નીકળતી આ પલ્લીમાં પોલીસ દ્રારા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને સીસીટીવીથી નજર રાખવામાં આવે છે,ગ્રામજનો તેમજ દર્શન કરવા માટે આવેલા લોકો માટે પંચાયત દ્રારા એલઈડી સ્ક્રીન પણ મૂકવામાં આવે છે તેમજ સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે.આ સિવાય રૂપાલ ગામે પલ્લી યાત્રા દરમિયાન વાહન પાર્કિંગ તેમજ ભોજન સમારોહ અને દર્શનાર્થીઓ માટે નિઃશુલ્ક નાસ્તો પણ રાખવામાં આવ્યો હતો. જાણો શું છે પલ્લીનો ઈતિહાસ રૂપાલ ગામની પલ્લી યાત્રાની પરંપરા છેલ્લા 5 હજાર વર્ષથી ચાલી આવી રહી છે. પાંડવોએ અજ્ઞાત વાસ દરમિયાન તેમના શસ્ત્રો રૂપાલ ગામ ખાતે છુપાવ્યા હોવાનો ઇતિહાસ છે. પાંડવોનો અજ્ઞાતવાસ પૂર્ણ થતાં તેમને સૌ પ્રથમ પલ્લી યાત્રા કરી વરદાયિની માતાની વિશેષ પૂજા કરી હતી. વરદાયિની માતાનાં મંદિરે નિ:સંતાન દંપતી માનતા રાખે તે પૂર્ણ થતી હોવાની માન્યતા છે. નોમની રાતે પલ્લી યાત્રામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચ્યા હતા અને વરદાયિની માતા સમક્ષ શીશ ઝુકાવ્યું આશીર્વાદ લીધા હતા.  

Gandhingarના રૂપાલ ગામમાં પલ્લીયાત્રા થઈ સંપન્ન, ગામમાં વહી ઘી ની નદીઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રૂપાલ ગામમાં પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજે પણ જીવંત છે.દર વર્ષે નવમાં નોરતે વરદાયિની માતાજીની પલ્લી ભરાય છે.જેમાં, લાખોની મેદની આ પલ્લીના દર્શન કરવા આવે છે.નોમની રાત્રે આ પલ્લીને યોજવામાં આવે છે.વરદાયિની માતાના દેવસ્થાને યોજાય છે પલ્લી અને મધ્ય વિસ્તારથી નીકળીને નિજમંદિરે યાત્રા પૂર્ણ થઈ છે.યાત્રા દરમિયાન રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહે છે,લોકો ઘી લાવીને આ પલ્લીમાં પૂરે છે અને માનતા પણ માને છે.

5 હજાર વર્ષથી ચાલી આવે છે યાત્રાની પરંપરા

આ પલ્લી વર્ષોથી એટલે કે પાંચ હજાર વર્ષોથી ચાલી આવે છે.પાંડવોનો અજ્ઞાતવાસ પૂર્ણ થતા પ્રથમ પલ્લીયાત્રા યોજાઈ હતી અને આ પલ્લીમાં નિઃસંતાન દંપતી માનતા રાખે તે પૂર્ણ થતી હોવાની માન્યતા પણ જોડાયેલી છે.ત્રે 12 વાગ્યે માતાજીની પલ્લી પરંપરાગત રીતે નીકળી હતી. વર્ષો જૂની પરંપરા પ્રમાણે પલ્લીમાં ઘી ચડાવવામાં આવ્યું. આ વર્ષે પલ્લી પર કરોડ રૂપિયાથી વધુની કિંમતના ઘીનો અભિષેક કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે યોજાયેલી પલ્લીમાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો જોડાયા હતા.


સીસીટીવી કેમેરાથી રખાય છે નજર

રૂપાલ ખાતે નીકળતી આ પલ્લીમાં પોલીસ દ્રારા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને સીસીટીવીથી નજર રાખવામાં આવે છે,ગ્રામજનો તેમજ દર્શન કરવા માટે આવેલા લોકો માટે પંચાયત દ્રારા એલઈડી સ્ક્રીન પણ મૂકવામાં આવે છે તેમજ સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે.આ સિવાય રૂપાલ ગામે પલ્લી યાત્રા દરમિયાન વાહન પાર્કિંગ તેમજ ભોજન સમારોહ અને દર્શનાર્થીઓ માટે નિઃશુલ્ક નાસ્તો પણ રાખવામાં આવ્યો હતો.

જાણો શું છે પલ્લીનો ઈતિહાસ

રૂપાલ ગામની પલ્લી યાત્રાની પરંપરા છેલ્લા 5 હજાર વર્ષથી ચાલી આવી રહી છે. પાંડવોએ અજ્ઞાત વાસ દરમિયાન તેમના શસ્ત્રો રૂપાલ ગામ ખાતે છુપાવ્યા હોવાનો ઇતિહાસ છે. પાંડવોનો અજ્ઞાતવાસ પૂર્ણ થતાં તેમને સૌ પ્રથમ પલ્લી યાત્રા કરી વરદાયિની માતાની વિશેષ પૂજા કરી હતી. વરદાયિની માતાનાં મંદિરે નિ:સંતાન દંપતી માનતા રાખે તે પૂર્ણ થતી હોવાની માન્યતા છે. નોમની રાતે પલ્લી યાત્રામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચ્યા હતા અને વરદાયિની માતા સમક્ષ શીશ ઝુકાવ્યું આશીર્વાદ લીધા હતા.