Gandhinagarના પેથાપુરમાં ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરાઈ, જુઓ Video

Sep 13, 2025 - 13:30
Gandhinagarના પેથાપુરમાં ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરાઈ, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરના પેથાપુરમાં ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી છે, GEB પાછળ દબાણ કરનાર 115 લોકોને અંતિમ નોટિસ આપવામાં આવી છે, 7 દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવા આદેશ પણ કરવામાં આવ્યો છે, સ્થાનિકો પુરાવા રજૂ નહી કરે તો કડક પગલાં લેવાશે તેવી વાત પણ સામે આવી છે.

પેથાપુર વિસ્તારમાં સરકારી જમીન પર બાંધકામ કરાયું હતુ

ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, મહાનગરપાલિકા દ્વારા ઉત્તર ઝોન એસ્ટેટ શાખા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને જી.ઈ.બી.ની પાછળ નદી કાંઠાની જમીન પર દબાણ કરનારા 115 લોકોને આખરી નોટિસ ફટકારી છે, 7 દિવસમાં બાંધકામના કાયદેસર પુરાવા રજૂ કરવા સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે, અગાઉ 22 ઓગસ્ટ 2025ના રોજ પણ નોટિસ આપવામાં આવી હતી. પુરાવા રજૂ નહીં કરે તો મનપા દ્વારા દબાણ હટાવવા માટે કડક પગલાં લેવામાં આવશે.

સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાશે

સમગ્ર ગુજરતમાં જે પણ લોકોએ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામો કર્યા છે તેને દૂર કરવામાં આવશે, જે લોકોને નોટિસ મોકલવામાં આવે છે અને તેનો જવાબ આપતા નથી તેવા ગેરકાયદેસર મકાનો અથવા તો તે બાંધકામને તોડી પાડવામાં આવશે, દ્વારકા જિલ્લામાં સૌથી વધારે ગેરકાયદેસર બાંધકામ હતા તેને દૂર કરવામાં આવ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0