Gandhinagar: વ્યાયામ શિક્ષકોની ભરતી માટે આંદોલન યથાવત, બીજા દિવસે પણ ઉમેદવારોની લડત

Nov 19, 2026 - 12:30
Gandhinagar: વ્યાયામ શિક્ષકોની ભરતી માટે આંદોલન યથાવત, બીજા દિવસે પણ ઉમેદવારોની લડત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ સાથે ઉમેદવારોનું આંદોલન યથાવત રહ્યું છે. આંદોલનના બીજા દિવસે પણ ઉમેદવારો છાવણીમાં એકત્ર થઈ વિરોધ નોંધાવી રહ્યા છે. ઉમેદવારોનો આક્ષેપ છે કે 19 મહિના વીતી ગયા હોવા છતાં ભરતી પ્રક્રિયા આગળ વધી નથી. જ્યાં સુધી ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો તેમણે નિર્ણય વ્યક્ત કર્યો છે.

19 મહિના બાદ પણ ભરતી પ્રક્રિયા અધૂરી

ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે, વ્યાયામ શિક્ષકોની ભરતી માટે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. અગાઉ પણ તેમણે આ મુદ્દે 32 દિવસ સુધી આંદોલન કર્યું હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં ભરતી અંગે કોઈ અંતિમ જાહેરાત ન થતાં ઉમેદવારો ફરીથી આંદોલનના માર્ગે ઉતર્યા છે.

મુખ્યમંત્રીની સહમતી છતાં વિલંબનો આક્ષેપ

આંદોલન કરી રહેલા ઉમેદવારોનો દાવો છે કે મુખ્યમંત્રીએ ભરતી અંગે સહમતી આપી હતી અને બજેટમાં જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે. તેમ છતાં નિયમોના બહાને ભરતી પ્રક્રિયામાં વધુ સમય લેવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે.નોટિફિકેશન ન આવે ત્યાં સુધી લડત ચાલુ

ઉમેદવારોએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર આશ્વાસનથી હવે સંતોષ નહીં થાય. ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવે ત્યાર બાદ જ આંદોલન સમેટવા અંગે વિચારણા કરવામાં આવશે. જ્યાં સુધી તેમની માંગણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી છાવણીમાં વિરોધ અને લડત ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. 


આ પણ વાંચો :     Explainer : ‘મર્દ કો દર્દ નહીં હોતા’ની માન્યતા પાછળ પુરુષોની વેદના, બદનામીના ડરથી 78 ટકા પીડિત પતિઓ મૌન


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0