Gandhinagar : રાજ્યની 30 જેલમા 14 હજાર કરતા વધુ કેદીઓ રખાયા હોવાના ચોંકાવનારા આંકડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યની જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ હોવાનું સરકારના આંકડા કહી રહ્યા છે. રાજ્યની 30 જેલમાં 14 હજાર કરતા વધુ કેદીઓ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
રાજ્યની 30 જેલમા 14 હજાર કરતા વધુ કેદીઓ
સરકારના જ આંકડા મુજબ રાજ્યની 30 જેલમા 14 હજાર કરતા વધુ કેદીઓ છે. જેલની ક્ષમતા કરતા વધુ કેદીઓ રાખવા પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે.
જેલોમાં મહત્તમ 10,108 કેદીની ક્ષમતા
રાજ્યની જેલોમાં મહત્તમ 10,108 કેદીની ક્ષમતા છે પણ તેની સામે સામે 14 હજારથી વધુ કેદીને રાખવામાં આવ્યા છે પરિણામે વ્યવસ્થા ના જળવાય તે સ્વાભાવિક છે. રાજ્યની 10 જિલ્લા જેલમાં ક્ષમતાથી વધુ કેદી નથી
જો કે આંકડા મુજબ રાજ્યની 10 જિલ્લા જેલમાં ક્ષમતાથી વધુ કેદી નથી. મહેસાણા, હિંમતનગર મહિલા જેલમાં વધુ કેદી નથી તો ભરૂચ, રાજપીપલા, ગોંડલ મહિલા જેલમાં પણ વધુ કેદી નથી. અમરેલી, જૂનાગઢ મહિલા જેલમાં વધુ કેદી નથી. અમદાવાદ મધ્યસ્થ જેલમા 1081 વધુ કેદી
રાજ્યની જે જેલમાં વધુ કેદીઓ છે તેમાં અમદાવાદ મધ્યસ્થ જેલમા 1081 વધુ કેદી છે જ્યારે રાજકોટ મધ્યસ્થ જેલમા 986 વધુ કેદી છે. લાજપોર જેલમાં 2967 કેદીની ક્ષમતા છે અને 302 કેદી વધારે
લાજપોર જેલમાં 2967 કેદીની ક્ષમતા છે અને 302 કેદી વધારે છે. તો નડીયાદમાં 421 કેદીની ક્ષમતા છે અને 71 કેદી વધારે છે. પાલનપુરમાં 268 કેદીની ક્ષમતા છે અને ત્યાં 110 કેદી વધારે છે. જુનાગઢમાં 265 કેદીની ક્ષમતા છે અને 241 કેદી વધારે
જુનાગઢમાં 265 કેદીની ક્ષમતા છે અને 241 કેદી વધારે છે તો જામનગરમાં 466 કેદીની ક્ષમતા છે અને 97 કેદી વધારે છે. ગોધરા જેલમાં 165 કેદીની ક્ષમતા છે અને 139 કેદી વધારે છે તથા સુરેન્દ્રનગરમાં 125 કેદીની ક્ષમતા છે જેમાં 114 કેદી વધારે છે. મોરબી જેલમાં 171ની ક્ષમતા છે અને 148 કેદી વધારે છે.
What's Your Reaction?






