Gandhinagar : મગફળીની ચોરી બાબતે કેન્દ્ર સરકાર તપાસ કરશે તેવું રાઘવજી પટેલનું નિવેદન

Aug 6, 2025 - 12:30
Gandhinagar : મગફળીની ચોરી બાબતે કેન્દ્ર સરકાર તપાસ કરશે તેવું રાઘવજી પટેલનું નિવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટના જેતપુરના ગોડાઉનમાં થયેલી મગફળીની ચોરીના મામલે કૃષી મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે ટેકાના ભાવે ખરીદી કરવાની જવાબદારી સરકારની છે અને ત્યારબાદ ખરીદી કરનાર એજન્સી નાફેડનો પ્રશ્ન છે અને આ મામલે કેન્દ્ર સરકાર કાર્યવાહી કરશે.

રો હાઉસમાંથી 1212 જેટલી મગફળીની બોરીની ચોરી

ઉલ્લેખનિય છે કે રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની રોહાઉસમાંથી ચોરી થઇ હતી. જેતલસર પાસેના રોહાઉસમાંથી મગફળીની ચોરી થતા ખળભળાટ મચી ગયો હતો. નાફેડે ખરીદેલી ચોરી જેતપુરના અલગ અલગ ગોડાઉનમાં રખાઇ હતી ત્યારે એક રો હાઉસમાંથી મગફળી ચોરાઇ ગઇ હતી. મળેલી માહિતી મુજબ રો હાઉસમાંથી 1212 જેટલી મગફળીની બોરીની ચોરી થઇ હતી જેની કિંમત 3164956 થવા જાય છે. આ મામલે પોલીસમાં પણ ફરિયાદ થઇ હતી.

આ નાફેડનો પ્રશ્ન છે

હવે આ મામલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે ટેકાના ભાવે ખરીદી કરવાની જવાબદારી સરકારની છે અને ત્યારબાદ ખરીદી કરનાર એજન્સી-નાફેડનો પ્રશ્ન છે. તેમણે કહ્યું કે નાફેડ કેન્દ્ર સરકારની સંસ્થા છે અને હવે કેન્દ્રએ કાર્યવાહી કરવાની રહેશે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0