Gandhinagar: ધોરણ 9માં અભ્યાસ કરતી બે સગીરાનું અપહરણ, પોલીસે શોધખોળ આદરી

વડોદરામાં નવરાત્રિનાં બીજા નોરતે સગીરા પર ચકચારી ગેંગરેપની ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. હજી આ ગેંગરેપનાં નરાધમો સુધી પહોંચવા પોલીસ શોધખોળ કરી રહી છે. એવામાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગરબા રમવા ગયેલી એકસાથે બે સગીરા ભેદી રીતે ગાયબ થઈ જતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી અલગ અલગ ટીમો દ્વારા ચારે દિશામાં તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. મા – બાપ માટે ચેતવણી રૂપ કિસ્સો નવરાત્રિમાં સગીર બાળકોને એકલા ગરબા રમવા મોકલતા મા - બાપ માટે વધુ એક ચેતવણી રૂપ કિસ્સો બહાર આવ્યો છે. હજી વડોદરામાં નવરાત્રિનાં બીજા નોરતે સગીરા પર ચકચારી ગેંગરેપની ઘટનાને એક જ દિવસ થયો છે એવામાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી બે સગીરાના અપહરણનો બનાવ સામે આવ્યો છે. ગાંધીનગરના વાવોલમાં રહેતી ચૌદ વર્ષની ધોરણ - 9માં અભ્યાસ કરતી હતી. જે સરગાસણનાં કલાસીસમાં ઘરેથી વાનમાં આવતી જતી હતી. ત્યારે કલાસીસનાં સંચાલક દ્વારા પ્રસંગ પાર્ટી પ્લોટમાં ગરબા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે ગઈકાલે શનિવારે રાત્રીના આશરે પોણા આઠેક વાગ્યે દીકરીને પાર્ટી પ્લોટના દરવાજાની બહાર ઉતારીને નીકળી ગયા હતા. એ વખતે સગીરાએ તેના પિતાને કહેલ કે, અમદાવાદથી તેની ફ્રેન્ડ(ઉં. 13 વર્ષ, 5 મહિના) પણ આવવાની છે. ગરબા પુરા થાય એટલે દસેક વાગે લેવા માટે આવજો. બાદમાં પિતા ગાડી લઈને ઘરે જતા રહ્યા હતા અને દસેક વાગે પરત પાર્ટીપ્લોટ ખાતે જઈને દીકરીને ફોન કર્યો હતો. પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. જેથી કરીને તેમણે દીકરીની ફ્રેન્ડનાં પિતાનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેઓ પણ તેમની દીકરીને લેવા પાર્ટી પ્લોટના ગેટ ઉપર રાહ જોઇને ઉભા હોવાનું માલુમ પડયું હતું. પરિવારજનોએ શોધખોળ હાથ ધરી બાદમાં બંને સગીરાના પિતા સહિતના પરિવારજનોએ બન્ને દીકરીઓની પાર્ટી પ્લોટ તથા આજુબાજુમા શોધખોળ કરી હતી. પરંતુ તેમનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. જે અંગે પોલીસને જાણ કરતાં પોલીસે પણ રાતથી જ બંને બહેનપણીઓની શોધખોળ આદરી હતી. પરંતુ અત્યાર સુધીમાં બંનેનો કયાંય પત્તો લાગ્યો નથી. આ અંગે ઈન્ફોસિટી પોલીસે બંને સગીરાના અપહરણનો ગુનો દાખલ અલગ અલગ ટીમોને એક્ટિવ કરી આસપાસની સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી દેવાઈ છે. ઉપરાંત સગીરા સાથે ટયુશન આવતા જતા અન્ય વિધાર્થીઓને પણ પૂછતાછ કરવામાં આવી રહી છે. 20થી વધુ સીસીટીવી તપાસવામાં આવ્યા આ અંગે ઈન્ફોસિટી પીઆઈ વી આર ખેરે જણાવ્યું હતું કે, બંને સગીરા ધોરણ - 9 માં અભ્યાસ કરે છે. ગઈકાલે બને પાર્ટી પ્લોટમાં ગરબા ગાવા ગઈ હતી. જે બાદ ગુમ થઈ ગઈ છે. જેમને શોધવા માટે સાત ટીમો બનાવીને અત્રેના વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી ચાલી રહી છે. હાલમાં તેની સાથે અભ્યાસ કરતા અન્ય વિધાર્થીઓની પૂછતાંછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આસપાસના 20 થી વધુ સીસીટીવી તપાસમાં આવ્યા છે. અને વધુ સીસીટીવીની તપાસ ચાલી રહી છે.

Gandhinagar: ધોરણ 9માં અભ્યાસ કરતી બે સગીરાનું અપહરણ, પોલીસે શોધખોળ આદરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં નવરાત્રિનાં બીજા નોરતે સગીરા પર ચકચારી ગેંગરેપની ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. હજી આ ગેંગરેપનાં નરાધમો સુધી પહોંચવા પોલીસ શોધખોળ કરી રહી છે. એવામાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગરબા રમવા ગયેલી એકસાથે બે સગીરા ભેદી રીતે ગાયબ થઈ જતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી અલગ અલગ ટીમો દ્વારા ચારે દિશામાં તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.

મા – બાપ માટે ચેતવણી રૂપ કિસ્સો

નવરાત્રિમાં સગીર બાળકોને એકલા ગરબા રમવા મોકલતા મા - બાપ માટે વધુ એક ચેતવણી રૂપ કિસ્સો બહાર આવ્યો છે. હજી વડોદરામાં નવરાત્રિનાં બીજા નોરતે સગીરા પર ચકચારી ગેંગરેપની ઘટનાને એક જ દિવસ થયો છે એવામાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી બે સગીરાના અપહરણનો બનાવ સામે આવ્યો છે. ગાંધીનગરના વાવોલમાં રહેતી ચૌદ વર્ષની ધોરણ - 9માં અભ્યાસ કરતી હતી. જે સરગાસણનાં કલાસીસમાં ઘરેથી વાનમાં આવતી જતી હતી. ત્યારે કલાસીસનાં સંચાલક દ્વારા પ્રસંગ પાર્ટી પ્લોટમાં ગરબા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે ગઈકાલે શનિવારે રાત્રીના આશરે પોણા આઠેક વાગ્યે દીકરીને પાર્ટી પ્લોટના દરવાજાની બહાર ઉતારીને નીકળી ગયા હતા. એ વખતે સગીરાએ તેના પિતાને કહેલ કે, અમદાવાદથી તેની ફ્રેન્ડ(ઉં. 13 વર્ષ, 5 મહિના) પણ આવવાની છે. ગરબા પુરા થાય એટલે દસેક વાગે લેવા માટે આવજો. બાદમાં પિતા ગાડી લઈને ઘરે જતા રહ્યા હતા અને દસેક વાગે પરત પાર્ટીપ્લોટ ખાતે જઈને દીકરીને ફોન કર્યો હતો. પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. જેથી કરીને તેમણે દીકરીની ફ્રેન્ડનાં પિતાનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેઓ પણ તેમની દીકરીને લેવા પાર્ટી પ્લોટના ગેટ ઉપર રાહ જોઇને ઉભા હોવાનું માલુમ પડયું હતું.

પરિવારજનોએ શોધખોળ હાથ ધરી

બાદમાં બંને સગીરાના પિતા સહિતના પરિવારજનોએ બન્ને દીકરીઓની પાર્ટી પ્લોટ તથા આજુબાજુમા શોધખોળ કરી હતી. પરંતુ તેમનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. જે અંગે પોલીસને જાણ કરતાં પોલીસે પણ રાતથી જ બંને બહેનપણીઓની શોધખોળ આદરી હતી. પરંતુ અત્યાર સુધીમાં બંનેનો કયાંય પત્તો લાગ્યો નથી. આ અંગે ઈન્ફોસિટી પોલીસે બંને સગીરાના અપહરણનો ગુનો દાખલ અલગ અલગ ટીમોને એક્ટિવ કરી આસપાસની સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી દેવાઈ છે. ઉપરાંત સગીરા સાથે ટયુશન આવતા જતા અન્ય વિધાર્થીઓને પણ પૂછતાછ કરવામાં આવી રહી છે.

20થી વધુ સીસીટીવી તપાસવામાં આવ્યા

આ અંગે ઈન્ફોસિટી પીઆઈ વી આર ખેરે જણાવ્યું હતું કે, બંને સગીરા ધોરણ - 9 માં અભ્યાસ કરે છે. ગઈકાલે બને પાર્ટી પ્લોટમાં ગરબા ગાવા ગઈ હતી. જે બાદ ગુમ થઈ ગઈ છે. જેમને શોધવા માટે સાત ટીમો બનાવીને અત્રેના વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી ચાલી રહી છે. હાલમાં તેની સાથે અભ્યાસ કરતા અન્ય વિધાર્થીઓની પૂછતાંછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આસપાસના 20 થી વધુ સીસીટીવી તપાસમાં આવ્યા છે. અને વધુ સીસીટીવીની તપાસ ચાલી રહી છે.