Gandhinagar : ધારાસભ્યોને મળશે હવે નવા ઘર, સેક્ટર 17માં બનેલા 3 BHKના લક્ઝુરિયસ ફ્લેટનું ગૃહ મંત્રી અમિત શાહ કરશે ઉદ્ઘાટન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરમાં ધારાસભ્યોને હવે નવા ઘર મળશે કારણ કે સેક્ટર 17માં ધારાસભ્યોના નિવાસસ્થાન તૈયાર થઇ ગયા છે અને સંભવીત 23 ઓક્ટોબરે ગૃહ મંત્રી અમિત શાહ ધારાસભ્ય નિવાસસ્થાનનું ઉદ્ધાટન કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ નવા મકાનોનું ઉદ્ધાટન
ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા મકાનો તૈયાર કરાયા છે અને આગામી 23 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ નવા મકાનોનું ઉદ્ધાટન કરાશે
3 BHKના લક્ઝુરિયસ ફ્લેટ
ધારાસભ્યો માટે 3 BHKના લક્ઝુરિયસ ફ્લેટ બનાવાયા છે. 9 માળના 12 એપોર્ટમેન્ટમાં કુલ 216 ફ્લેટ બનાવાયા છે જેના કારણે ગાંધીનગર આવતા ધારાસભ્યોને રોકાણ કરવામાં સરળતા રહેશે. સેક્ટર 17 ખાતે ધારાસભ્યોના નવા નિવાસ સ્થાન
ગાંધીનગર ના સેક્ટર 17 ખાતે ધારાસભ્યોના નવા નિવાસ સ્થાન બન્યા છે. આ 3BHK લકઝુરિયસ ફ્લેટ છે જેમાં તમામ આધુનિક સવલતો રાખવામાં આવી છે. નવા નિવાસસ્થાનો સંપૂર્ણ વાતાનુકૂલિત હશે તેમજ ત્રણ બેડરૂમ, હોલ કિચન સાથે ક્વાર્ટરની તેમાં સુવિધા હશે. તમને જણાવી દઈએ કે, જેનો અંદાજે 200 કરોડથી વધુના ખર્ચે આ નિવાસ્થાનો તૈયાર થયા છે
What's Your Reaction?






