Gandhinagar : દહેગામના કડાદરામાં જીઆઇડીસીથી ઝાક ગામને જોડતા બિસ્માર રસ્તાથી લોકોને હાલાકી, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરમાં સામાન્ય વરસાદથી જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા જોવા મળી હતી. વરસાદી પાણી ભરાવાના કારણે રસ્તાઓ બિસ્માર થયા. દહેગામમાં કડાદરા જીઆઇડીસીથી ઝાક ગામને જોડતો ક્ષતિગ્રસ્ત થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઝાક ગામના લોકોએ રોડને ડાન્સિંગ રોડ નામ આપ્યું છે. કારણ કે આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો ઉ,આ, ઈ.... જેવા ઉચ્ચાર કરતાં ડાન્સ કરતા પસાર થાય છે.
સ્થાનિકોની ફરિયાદ પર તંત્રના આંખ આડા કાન
દહેગામ તાલુકાના કડાદરા થી જાક ગામ તરફ જતો બેથી અઢી કિલોમીટર લાંબા અંતરના માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અનેક જગ્યાએ ગાબડા જોવા મળી રહ્યા છે. રોડ તૂટી ગયો હોવાની અનેક ફરિયાદો ગ્રામજનો દ્વારા ઉઠી રહી છે. જીઆઇડીસીના કારણે અસંખ્ય વાહન ચાલકો પસાર થતા હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ બનાવવા માટે સરપંચ તથા ગ્રામજનો દ્વારા તંત્ર અનેક રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિકોની ફરિયાદો સામે તંત્રના આંખ આડા કાન જોવા મળ્યા.
ગ્રામજનોમાં ઉઠી રોડ રિપેર કરવાની માગ
ચોમાસાની સ્થિતિમાં પાણી ભરાઈ જાય ત્યારે રોડ પરથી પસાર થવું ખૂબ જ અઘરું હોવાનું ગ્રામજનોમાં બૂમો ઊઠી રહી છે. કડાદરા જીઆઇડીસી થી જાક તરફ જતા આ માર્ગને ડાન્સિંગ રોડ તરીકે ગ્રામજનો ઓળખવા લાગી ગયા છે કેમકે ગણ્યા ગણાય નહીં એટલા ખાડા હોવાને કારણે વાહનચાલકો ડાન્સિંગ કરતા હોય એવો માહોલ જોવા મળતો હોય છે. ગ્રામજનોનું કહેવું છે કે બિસ્માર રોડના કારણે ધંધા રોજગાર અર્થે તેમજ શાળાએ જતા બાળકોએ હાલાકીનો સામનો કરવો પડે છે. એટલે આ ક્ષતિગ્રસ્ત રોડની તાત્કાલિક અસરથી કામ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી રહી છે.
What's Your Reaction?






