Gandhinagar : ડ્રગ્સ કેસને લઇ DyCM હર્ષ સંઘવીનું નિવેદન, ડ્રગ્સ પકડાયું ત્યાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું અને ત્યાં જ પોલીસ સ્ટેશન બનાવ્યું

Feb 26, 2026 - 10:30
Gandhinagar : ડ્રગ્સ કેસને લઇ DyCM હર્ષ સંઘવીનું નિવેદન, ડ્રગ્સ પકડાયું ત્યાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું અને ત્યાં જ પોલીસ સ્ટેશન બનાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ કેસને લઇ વિપક્ષના આરોપો પર સ્પષ્ટ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે કચ્છમાં ડ્રગ્સ પકડવાના આંકડા પ્રદાન કરવામાં આવ્યા છે અને કાર્યવાહી ચાલુ છે.

 ડ્રગ્સ પકડાયું ત્યાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ત્યાં જ પોલીસ સ્ટેશન બનાવ્યું

સંઘવીએ કહ્યું કે ડ્રગ્સ પકડાયું ત્યાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ત્યાં જ પોલીસ સ્ટેશન બનાવ્યું, જેનું લોકાર્પણ હું જ કરીશ.

ઓરિસ્સાનો પાંડી બ્રધર્સ ગાંજાનો મોટો વેપારી

 તેઓએ ઓરિસ્સાનો પાંડી બ્રધર્સ ગાંજાનો મોટો વેપારી હોવાનું જણાવીને કહ્યું હતું કે ઓડિયા એસટીએફની સાથે મળીને ગુજરાત પોલીસે આ વેપારી સામે કડક કાર્યવાહી કરી છે. વેપારીની મિલકત જપ્ત

ગાંજાના મોટા વેપારી પાંડી બ્રધર્સની 7 લક્ઝુરિયસ કાર તથા ફાર્મહાઉસ અને બંગલાઓ સહિતની મિલકત જપ્ત કરવામાં આવી છે અને આ મિલકતનું ઓક્શન કરવામાં આવશે. રાજ્ય સરકાર ડ્રગ્સની તસ્કરી અને વિતરકો સામે કડક પગલાં લઈ રહી છે

ઉપ મુખ્યમંત્રીના નિવેદનથી સ્પષ્ટ થયું કે રાજ્ય સરકાર ડ્રગ્સની તસ્કરી અને વિતરકો સામે કડક પગલાં લઈ રહી છે અને જપ્ત કરાયેલી મિલકતથી કાયદેસરની કાર્યવાહી જારી રહેશે..


આ પણ વાંચો----    Gandhinagar : જિલ્લાઓમાં નેતાજીઓના પ્રોટોકોલ નથી જળવાતા, મંત્રીઓને જિલ્લા પ્રવાસમાં ગરિમાપૂર્ણ આવકાર આપો, સરકારનો પરિપત્ર


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0