Gandhinagar : ક્લાસ-1 અધિકારીનું એકાએક રાજીનામું, ભરતીના થોડા વર્ષોમાં જ છોડી સરકારી સેવા

Sep 2, 2026 - 01:00
Gandhinagar : ક્લાસ-1 અધિકારીનું એકાએક રાજીનામું, ભરતીના થોડા વર્ષોમાં જ છોડી સરકારી સેવા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકારના પુરવઠા વિભાગમાં ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા ક્લાસ-1 અધિકારી ડૉ. અભેસંગ ચૌહાણે એકાએક રાજીનામું આપતાં સચિવાલયના વહીવટી વર્તુળોમાં ચર્ચા જાગી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર અધિસૂચના જાહેર કરવામાં આવી છે. અધિસૂચના મુજબ ડૉ. અભેસંગ ચૌહાણે અંગત કારણોસર સરકારી સેવા છોડવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત મુલ્કી સેવા નિયમો, 2002 અનુસાર તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે.

પુરવઠા વિભાગના ઉપ સચિવનું રાજીનામું

ડૉ. અભેસંગ ચૌહાણ પુરવઠા વિભાગમાં ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા હતા. ક્લાસ-1 કક્ષાના અધિકારીનું અચાનક રાજીનામું સામે આવતાં સરકારી તંત્રમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય વહીવટ વિભાગની સત્તાવાર અધિસૂચના જાહેર થતાં રાજીનામાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Gandhinagar Class-1 Officer Resigns as Supply Department Deputy Secretary

અંગત કારણોસર સેવા છોડ્યાનો ઉલ્લેખ

સત્તાવાર અધિસૂચના અનુસાર ડૉ. ચૌહાણે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. જોકે ભરતીના થોડા વર્ષોમાં જ એક ક્લાસ-1 અધિકારી દ્વારા સરકારી સેવા છોડવાનો નિર્ણય લેવાતા વહીવટી વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. રાજીનામા પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં તે અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી. અધિસૂચનામાં અંગત કારણોસર રાજીનામું આપ્યાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ભરતીના થોડા વર્ષોમાં સેવા છોડતાં ચર્ચા

સામાન્ય રીતે ઉચ્ચ કક્ષાની સરકારી સેવામાં ભરતી થયા બાદ અધિકારીઓ લાંબા સમય સુધી સેવા આપતા હોય છે. ત્યારે ભરતીના થોડા વર્ષોમાં જ ક્લાસ-1 અધિકારી દ્વારા રાજીનામું આપવાનો નિર્ણય લેવાતા સચિવાલયમાં આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.નવી વહીવટી વ્યવસ્થા અંગે આગામી સમયમાં નિર્ણય 

પુરવઠા વિભાગના ઉપ સચિવ તરીકે ફરજ બજાવતા અધિકારીનું રાજીનામું મંજૂર થયા બાદ હવે તેમની જગ્યાએ નવી વહીવટી વ્યવસ્થા અંગે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. 


આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0