Gandhinagar: ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા, લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને સુરક્ષા માટે વહીવટી તંત્ર સજ્જ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકાસ ભી, વિરાસત ભી' મંત્રને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નર્મદા કિનારે ઐતિહાસિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. 19 માર્ચથી શરૂ થયેલી 30-દિવસીય 'ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા'માં ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા માટે તંત્ર સતર્ક છે.
ઘાટ અને સુરક્ષાની રૂબરૂ સમીક્ષા
ગઈકાલે શુક્રવાર, 20 માર્ચના રોજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ પરિક્રમા રૂટની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે રામપુરા ઘાટ ખાતે ખાસ તૈયાર કરાયેલી જેટી અને બોટિંગ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. સચિવે ખાસ કરીને લાઈફ જેકેટના ઉપયોગ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે સીસીટીવી કંટ્રોલ રૂમની સઘન તપાસ કરી હતી.
શ્રદ્ધાળુઓ સાથે આત્મીય સંવાદ
પદયાત્રા દરમિયાન સચિવશ્રીએ પોતે રૂટ પર ચાલીને યાત્રિકો સાથે વાતચીત કરી હતી અને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા. તેમણે મિશન મંગલમની બહેનો દ્વારા ચલાવવામાં આવતા સ્ટોલની મુલાકાત લઈ તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મા નર્મદાની આરતીમાં સહભાગી થઈ તેમણે આધ્યાત્મિક ભાવ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: Gujarat News: નવી મેટ્રો ટ્રેન અને ઈલેકટ્રીક બસોની ડિલિવરી આગામી જૂનમાં મળશે, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની ફ્રિક્વન્સી ઘટશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

