Gandhinagar: આંગણવાડીની બહેનો ફરી વિફરી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર

Mar 6, 2026 - 02:30
Gandhinagar: આંગણવાડીની બહેનો ફરી વિફરી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આંગણવાડી કાર્યકર બહેનો પડતર પ્રશ્નોને લઈને હવે લડી લેવાના મૂડમાં દેખાઈ છે. જેમાં રાજ્યના બંને મોટા આંગણવાડી સંગઠનો મેદાને ઉતર્યા છે. જેમાં એક સંગઠન દ્વારા ઓનલાઈન કામગીરી બંધ કરી દેવાની જાહેરાત કરી દીધી છે. જ્યારે બીજા સંગઠન દ્વારા સોમવારથી કામગીરી બંધ કરવાની તૈયારી ચાલી રહી છે. ખાસ કરીને બહેનો દ્વારા વધતી જતી ઓનલાઈન કામગીરી, કામગીરી સામે ઓછો પગાર, મોબાઈલ સહિતની માંગણીઓ મુખ્ય છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ એકઠી થયેલી બહેનોએ સીડીપીઓ આવેદન આપ્યું હતુ. જેમાં થયેલી માંગણી મુજબ 2022થી વચન આપ્યા છતાં આંગણવાડી કાર્યકરોને ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ આપવામાં આવ્યા નથી. તંત્ર દ્વારા સંગમ અને કેવીટી એપ્લિકેશન ઉપર કામ કરવા માટે આગ્રહ કરવામાં આવે છે. પોષણ ટ્રેકરમાં અનેક પ્રકારની માહિતી આપવાની હોય છે. જેને પગલે બહેનોને મોટાભાગનો સમય ડેટા એન્ટ્રીમાં જ જતો રહે છે અને મુખ્ય હેતુ જેવોને બાળકોને પોષણ અને પૂર્વ શિક્ષણમાં પુરતુ ધ્યાન આપી શકાતું નથી. આ ઉપરાંત પગાર સહિતના 12 જેટલા મુદ્દા લાંબા સમયથી ઉકેલાયા નથી. જેને પગલે બહેનો દ્વારા આજથી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો છે. જ્યાં સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કામગીરી નહીં કરવા બહેનોએ જાહેરાત કરી છે. બીજી તરફ અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ રહેલી આંગણવાડી બહેનોએ પણ 9 માર્ચથી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી બંધ કરવાની જાહેરાત કરી છે. જેઓ દ્વારા પણ પગાર, મોબાઈલ, બીન જરૂરી કામગીરી વધતો ભાર, વય મર્યાદા દૂર કરવા, ભાડેથી ચાલતી આંગણવાડી કેન્દ્રોના ભાડા વહેલી ચૂકવવા, સ્કૂલોની જેમ આંગણવાડીનો સમય અને જાહેર રજાનો લાભ આપવા, પોષણ સુધા યોજના અંતર્ગત ભોજનના રેટ વધારી આપવા સહિતની માંગણી કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0