Gandhinagar News : વિસાવદરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયા અને કડીથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડા MLA તરીકે આજે શપથ લેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં નવા ચૂંટાયેલા બંને સભ્યો ધારાસભ્ય પદના આજે 11 વાગે શપથ લેશે, વિસાવદરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયા અને કડી બેઠકથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડા આજે શપથ લેશે, વિધાનસભાના અધ્યક્ષ લેવડાવશે ધારાસભ્ય પદના શપથ.
મહિને રૂપિયા 1.47 લાખનો પગાર અને ભથ્થા સવલતો મળતી થઈ જશે
15મી વિધાનસભામાં પેટાચૂંટણીમાં વિસાવદરમાંથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટી- આપના ગોપાલ ઈટાલિયા અને કડી (અનુસૂચિત જાતિ અનામત) બેઠકમાંથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડા આજે સવારે 11 વાગે ધારાસભ્યપદના શપથ લેશે. ચૂંટાયા તે દિવસથી આજે 22માં દિવસે આ બંને જનપ્રતિનિધિઓને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પદ- ગોપનિતા, દાયિત્વ અંગેના શપથ લેવડાવશે. આ સાથે જ 180 ધારાસભ્યોની જેમ આ બંને નવોદિત MLAના પણ પગાર- ભથ્થાનું મિટર શરૂ થઈ જશે.
15મી ઓગસ્ટ પછી ત્રણેક દિવસનું ચોમાસું સત્ર મળશે
બંધારણિય જોગવાઈઓ અને સંસદિય કાર્યપધ્ધતિ અનુસાર પ્રત્યેક છ મહિનાના અંતરાલમાં વિધાનસભાની બેઠક મળવી જોઈએ. ૧૫મી વિધાનસભાની છેલ્લી બેઠક- બજેટ સત્ર માર્ચમાં મળ્યુ હતુ. આથી, ચોમાસુ સત્ર ઓગસ્ટના અંતમાં કે સપ્ટેમ્બર મહિનાના આરંભે મળશે. જે ત્રણેક દિવસનું રહેશે. ગુજરાતમાં દેશના અન્ય રાજ્યોના વિધાનમંડળો કરતા ચોમાસુ સત્ર માત્ર ઔપચારિકતા ખાતર મળે છે. જનપ્રતિનિધીના શપથવિધિ પાછળ એવુ કહેવાયુ છે કે, આ પ્રતિનિધીઓએ શપથ લેવા માટે સમય જ માંગ્યો ન હતો.
What's Your Reaction?






