Gandhinagar News: બહિયલમાં પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ 1500 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી

Sep 25, 2025 - 18:00
Gandhinagar News: બહિયલમાં પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ 1500 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દહેગામ તાલુકાના બહિયલ ગામમાં થયેલા પથ્થરમારાની ઘટના બાદ હાલમાં ગામમાં અજંપા ભરી શાંતિ પ્રવર્તી રહી છે.ગાંધીનગર રેન્જ આઈજી દ્વારા બહિયલ ખાતે જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા ઈસમો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં 1500 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે.

હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ

બહિયલમાં બબાલ મુદ્દે અત્યાર સુધીમાં 60થી વધુ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે.તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરાશે. ટોળાએ 3 દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરાઇ હતી. સમગ્ર ઘટના અંગે બે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. પરંતુ પોલસે હવે 1500 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસ પર હુમલા અંગે પણ એક ફરિયાદ દાખલ કરાઈ છે. હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા અંગે પણ ફરિયાદ દાખલ કરાઈ છે.

અત્યાર સુધીમાં પોલીસે 60 લોકોની અટકાયત કરી

ગાંધીનગર રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે, બહિયલમાં બબાલ મુદ્દે અત્યાર સુધીમાં 60થી વધુ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે.તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરાશે. ટોળાએ 3 દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરાઇ હતી. સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટને કારણે હિંસા થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.ગાંધીનગર એસપી રવિ તેજા વાસમશેટ્ટીએ કહ્યું હતું કે, ટોળાએ દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી હતી.સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ સર્જાયો હતો. પોલીસે આ ઘટનામાં 60 લોકોની અટકાયત કરી છે.જ્યારે 20 શંકાસ્પદોના નામ પોલીસ પાસે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0