Gandhinagar News: બહિયલના તોફાનીઓને છોડવામાં નહીં આવે, ગામમાં નુકસાનીની ભરપાઇ તોફાનીઓ પાસેથી કરાશે

Sep 27, 2025 - 00:00
Gandhinagar News: બહિયલના તોફાનીઓને છોડવામાં નહીં આવે, ગામમાં નુકસાનીની ભરપાઇ તોફાનીઓ પાસેથી કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરના દહેગામના બહિયલમાં અથડામણ બાદ પોલીસે 66 આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. આ 66 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા હતાં. જેમાંથી પાંચ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે 61 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.પાંચ લોકો તોડફોડ,આગજની અને પથ્થરમારાના મુખ્ય આરોપીઓ છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બહિયલ પહોંચ્યા હતાં.

ગામના નુકસાનીની ભરપાઈ તોફાનીઓ પાસેથી કરાશે

ગૃહરાજ્ય મંત્રી શુક્રવારે રાત્રે બહિયલ પહોંચ્યા હતાં. કોમી હિંસાના બે દિવસ બાદ ગૃહરાજ્ય મંત્રી બહિયલ પહોંચ્યા હતાં. તેમનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે બહિયલમાં માતાજીની આરતી ઉતારી હતી. જ્યારે તેઓ બહિયલ પહોંચ્યા ત્યારે પોલીસ ઝિંદાબાદના નારા લાગ્યા હતાં. ગ્રામજનોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતાં. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, તોફાનીઓને છોડવામાં નહીં આવે. વીડિયોના આધારે આરોપીઓને પકડવામાં આવશે. ગામમા જે નુકસાન થયું છે તેનો સરવે કરવામાં આવશે. ગામના નુકસાનીની ભરપાઈ તોફાનીઓ પાસેથી કરાશે.

જે કોઈ પાસે આ ઘટનાનો વીડિયો હોય તે પોલીસને આપે

હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, બહિયલમાં માં અંબાની માંડવીમાં હુલ્લડ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર પોલીસે ઘરમાં અને અભરાઈએ છુપાઈને બેઠેલા તોફાનીઓને શોધી કાઢ્યા હતાં. ઘરના દરવાજા તોડી એક એક તોફાનીઓને પકડ્યા હતાં. જે કોઈ પાસે આ ઘટનાનો વીડિયો હોય તે પોલીસને આપે. જેથી પોલીસ તોફાનીઓની ઓળખ કરે અને નુકસાનીની ભરપાઈ થઈ શકે. જે લોકો ભાગી ગયા છે તેમને બચાવનાર અને છુપાવનાર લોકોને પણ ગુનેગાર ગણીને કાર્યવાહી કરાશે. 61 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

ગાંધીનગરના દહેગામના બહિયલમાં અથડામણ બાદ પોલીસે 66 આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. આ 66 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા હતાં. જેમાંથી પાંચ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે 61 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. રિયાઝ કુરેશી, સિદ્દીક રાઠોડ, શરીફ પરમાર, ઈરફાન કુરેશી અને શાહનવાઝ રાઠોડના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પાંચ લોકો તોડફોડ,આગજની અને પથ્થરમારાના મુખ્ય આરોપીઓ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0