Gandhinagar News : 'ગ્રિન વૉલ ઓફ અરવલ્લી' યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં 2.30 લાખ વૃક્ષોનું વાવેતર કરાયું

Mar 18, 2026 - 13:30
Gandhinagar News : 'ગ્રિન વૉલ ઓફ અરવલ્લી' યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં 2.30 લાખ વૃક્ષોનું વાવેતર કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગ્રિન વૉલ ઑફ અરવલ્લી' ગિરીમાળા એ ગુજરાતથી દિલ્હી સુધી વિસ્તરેલી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ યોજના હેઠળ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૨.૩૦ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે,જેનો જીવંત દર ખૂબ જ સારો છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું.

562 વૃક્ષો ધરાવતા સ્મૃતિ વન તૈયાર કરવામાં આવી રહ્યા છે

રાજ્ય મંત્રી માળીએ કહ્યું હતું કે, રાજ્યમાં વૃક્ષોના જલ્દી ઉછેર માટે વન વિભાગ દ્વારા ૬ થી ૧૦ ફૂટના રોપા તૈયાર કરીને વિતરણ કરવામાં આવશે જેથી વૃક્ષ પ્રેમીઓએ ખાનગી નર્સરીમાંથી રોપા લેવાની જરૂરિયાત રહેશે નહીં. વન વિભાગ દ્વારા આ વૃક્ષની ૧૦ વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ૫૬૨ રજવાડાઓને એકત્રિત કરવાનું કામ કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીના ભાગરૂપે વન વિભાગ દ્વારા દરેક વિધાનસભામાં વિસ્તારમાં તેમની સ્મૃતિમાં રાજ્યમાં ૫૬૨ વૃક્ષો ધરાવતા સ્મૃતિ વન તૈયાર કરવામાં આવી રહ્યા છે.

454 હેક્ટરમાં 4.55 લાખ રોપાઓ વાવવામાં આવ્યા છે

જે હેઠળ ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને હિંમતનગર એમ ચાર જગ્યાએ સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્ય મંત્રીએ‌ વધુ વિગતો આપતાં કહ્યું કે, કેમ્પા યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં કુલ ૧૫૦૮ હેક્ટરમાં ૧૪ લાખ રોપાઓનું વાવેતર કરાયું છે. જેમાં ખેડબ્રહ્મામાં ૪૫૪ હેક્ટરમાં ૪.૫૫ લાખ રોપાઓ વાવવામાં આવ્યા છે તેમ‌ મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.


આ પણ વાંચો : Baroda Dairy Election News : બરોડા ડેરીની ચૂંટણી માટે વહેલી સવારથી મતદાન શરુ, ચૂંટણી પહેલા જ 9 ડિરેકટર બિનહરીફ થયા છે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0