Gandhinagar News : ગાંધીનગરમાં સાયકો કિલરના એન્કાઉન્ટરનો કેસ, આરોપી વિપુલ પરમારનું આજે પોસ્ટમોર્ટમ કરાશે

Sep 25, 2025 - 10:30
Gandhinagar News : ગાંધીનગરમાં સાયકો કિલરના એન્કાઉન્ટરનો કેસ, આરોપી વિપુલ પરમારનું આજે પોસ્ટમોર્ટમ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરના અંબાપુરમાં યુવકની હત્યા કરી લૂંટ ચલાવાઈ હતી જેમાં સાયકો કિલરના મોત મુદ્દે AD દાખલ કરાઇ હતી અને ગાંધીનગર DySP દિવ્ય પ્રકાશ તપાસ કરશે, આરોપીએ ફાયરિંગ કરતા 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા જેમાં હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહને હાથમાં ગોળી વાગી હતી અને ખાનગી હોસ્પિટલમાં રાજેન્દ્રસિંહનું ઓપરેશન કરાશે, તો બીજી તરફ ગાંધીનગર LCBના PI વાળાને સામાન્ય ઇજા પહોંચી છે, રી - કન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ભાગવાનો કર્યો હતો પ્રયાસ.

પોલીસની રિવોલ્વર લઇને આરોપીએ ફાયરિંગ કર્યું હતું

અંબાપુર નર્મદા કેનાલ પાસે વિપુલ પરમારને પંચનામું અને રિકન્ટ્રક્શન માટે લઇ જવાયો હતો ત્યારે તેણે પોલીસની રિવોલ્વર ઝુંટવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે ત્રણથી ચાર રાઉન્ડ ફાયર કર્યા હતા. જેમાં એક ગોળી હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહને વાગી હતી. ત્યારબાદ તે સર્વિસ રોડથી નીચે ઉતરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે સ્વબચાવમાં કરેલા ફાયરિંગમાં તેનું મોત નિપજ્યુ હતું. વિપુલ પરમારની લાશ કેનાલના સર્વિસ રોડથી ૨૦ મિટર અંદરના ભાગેથી મળી આવી હતી. જે જગ્યા અવાવરૂ હતી. અહિ આસપાસ સીસીટીવી કેમેરા પણ નથી અને સાથેસાથે કોઇ વ્યક્તિઓની અવરજવર પણ ન હતી.

ગાંધીનગર પોલીસના હાથે એન્કાઉન્ટર થયું

ગાંધીનગર નજીકના અંબાપુર નર્મદા કેનાલ પાસે થયેલા લૂંટ વિથ મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયેલા આરોપીનું ગત સાંજે ગાંધીનગર પોલીસના હાથે એન્કાઉન્ટર થયુ હતું. આ શખસની ધરપકડ બાદ ગાંધીનગર એલસીબીની ટીમ ઘટના સ્થળનું રિકન્ટ્રક્શન અને પંચનામું કરવા માટે તેને નર્મદા કેનાલ લઈ ગઈ હતી ત્યારે તેણે ગાડીમાં બેઠેલા પોલીસ સબ ઇન્સપેક્ટરનું હથિયાર ઝૂંટવી પોલીસ પર ફાયરિંગ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્વબચાવમાં પોલીસે કરેલા ફાયરિંગમાં તેનું ઘટના સ્થળે જમોત નિપજ્યુ હતું. ગત તા. ૨૦ને શુક્રવારના રોજ અંબાપુર કેનાલ પાસે બર્થડે સેલિબેશન માટે પોતાની સ્ત્રી મિત્ર સાથે આવેલા વૈભવ મનવાણી નામના યુવાનની લૂંટના ઇરાદે છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં વૈભવની સ્ત્રી મિત્રને પણ છરીના ઘા મારવામાં આવતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0