Gandhinagar News: GUJCOST દ્વારા રાષ્ટ્રીય STEM ક્વિઝ 4.0નું લોન્ચિંગ કરાયું, વિદ્યાર્થીઓને બે કરોડ સુધીના ઈનામો જીતવાની તક

Sep 19, 2025 - 17:00
Gandhinagar News: GUJCOST દ્વારા રાષ્ટ્રીય STEM ક્વિઝ 4.0નું લોન્ચિંગ કરાયું, વિદ્યાર્થીઓને બે કરોડ સુધીના ઈનામો જીતવાની તક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, વિશ્લેષણાત્મક વિચારશક્તિ અને સમસ્યા ઉકેલવાની કુશળતા વિકસે તે હેતુસર ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦: નવી પેઢીની નવી સફર’ તરીકે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને વિવિધ સ્વરૂપે કુલ રૂ. ૨ કરોડ સુધીના ઇનામો જીતવાની સુવર્ણ તક મળશે. આ ઉપરાંત વિજેતાઓને BARC-મુંબઈ, DRDO, SAC-ISRO, NFSU-ગાંધીનગર જેવી અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેવાની તેમજ ટોચના ૨૦૦ વિદ્યાર્થીઓ માટે STEM બુટ કેમ્પમાં ભાગ લેવાની પણ સોનેરી તક મળશે, તેમ ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦’ના લોન્ચિંગ પ્રસંગે DST સચિવ પી. ભારતીએ જણાવ્યું હતું.

ક્વિઝ બેંક પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા આયોજિત દેશની સૌથી મોટી ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ 4.0’ સ્પર્ધાનું DST સચિવ પી. ભારતીના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. રાજ્યના વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગ (DST) હેઠળ કાર્યરત GUJCOSTના આ લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જુનિયર લેવલ અને સિનિયર લેવલના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ બેંક પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

આ વર્ષે ક્વિઝ જુનિયર તથા સિનિયર લેવલ પર યોજાશે

સચિવ ભારતીએ વધુમાં કહ્યું હતું કે, આ વર્ષે ક્વિઝ જુનિયર લેવલ (ધોરણ ૯ અને ૧૦) તથા સિનિયર લેવલ (ધોરણ ૧૧ અને ૧૨) એમ બે સ્તરે યોજાશે. જેમાં દેશભરના તમામ માધ્યમ અને બોર્ડના વિદ્યાર્થીઓ www.stemquiz.gujarat.gov.in વેબસાઈટ પર તા. ૩૦ ઓકટોબર, ૨૦૨૫ સુધીમાં વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ શકશે. આ ક્વિઝની ત્રીજી આવૃત્તિ - ગુજરાત STEM ક્વિઝ ૩.૦માં દેશભરના વિવિધ બોર્ડ અને રાજ્યોના ૧૦.૧૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા હતા. જ્યારે આ વર્ષે દેશભરમાંથી ૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવે તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0