Gandhinagar News : રાજયમાં 28 કરોડથી વધુના ખર્ચે 186 આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા વ્હાલી દીકરી યોજનાના પોર્ટલનો શુભારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહી પોષણ, દેશ રોશન’ના સૂત્રને સાકાર કરવા તથા વિકસિત ભારત @2047ના સ્વપ્નને સિદ્ધ કરવાના હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં “પોષણ ઉત્સવ-૨૦૨૫”નો શુભારંભ કરવામાં આવ્યો છે.
બાળકોને પોષણયુક્ત સ્વસ્થ આહાર આપવો ખૂબ જ જરૂરી છે
મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરીયાએ પોષણ ઉત્સવનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, આજનું બાળક દેશનું ભવિષ્ય છે, તેમને પોષણયુક્ત સ્વસ્થ આહાર આપવો ખૂબ જ જરૂરી છે. તંદુરસ્ત બાળ, તંદુરસ્ત સમાજની સંકલ્પનાને સાકાર કરવા પોષણ અભિયાનનો લાભ સર્વે લાભાર્થી સુધી પહોંચે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ વિવિધ પ્રકલ્પોનું આયોજન કરી રહ્યું છે. સ્વસ્થ શરીરથી સમૃદ્ધ સમાજના નિર્માણ માટે પોષણ એ પ્રથમ પગથીયું છે તેમ જણાવી સૌના ભવિષ્યને પોષણથી પ્રકાશિત કરવા મંત્રીએ આહ્વાન કર્યું હતું.
‘વોકલ ફોર લોકલ’જેવા વિષયો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે
મંત્રીએ પોષણ ઉત્સવમાં શ્રેષ્ઠ રીતે સહભાગી થવા બદલ સૌને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, પોષણ ઉત્સવ ૨૦૨૪માં ૩.૫૨ લાખ લાભાર્થીઓએ ભાગ લીધો હતો, જેની સામે આ વર્ષે પોષણ ઉત્સવ ૨૦૨૫માં ૫.૨ લાખ લાભાર્થીઓએ સહભાગી થયા છે. જે જન ભાગીદારીમાં આપસૌનો પોષણ પ્રત્યે ઉત્સાહ દર્શાવે છે. આ વર્ષે ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઑક્ટોબર સુધી ઉજવાતા પોષણ માસ અંતર્ગત સ્થૂળતા અંગે જાગૃતિ, પ્રારંભિક બાળ સંભાળ, પુરુષોની સહભાગિતા અને ‘વોકલ ફોર લોકલ’જેવા વિષયો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાત પોષણ વિકાસના દરેક માપદંડમાં સિદ્ધિ હાંસલ કરી હંમેશા અગ્રેસર રહ્યું છે
વડાપ્રધાનના સફળ પ્રયાસો થકી દેશમાં માળખાગત સુવિધાઓને વેગ મળે તે માટે જુદી જુદી ટેક્નોલોજીની મદદથી આવાસનું નિર્માણ થઈ રહ્યું છે. જે અંતર્ગત આજે અંદાજિત કુલ રૂ. ૨૮.૮૨ કરોડના ખર્ચે ૧૮૬ જેટલા આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે તેમ મંત્રીએ કહ્યું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સશક્ત રાષ્ટ્ર કે રાજ્યના નિર્માણમાં મહિલાઓ અને બાળકોની ભૂમિકાની મહત્તાને ધ્યાનમાં રાખી અમારી સરકાર અવિરતપણે બાળકો, કિશોરીઓ અને મહિલાઓની દરકાર કરી રહી છે. મહિલાઓ તથા બાળકોના પોષણ અને વિકાસ માટે અનેક યોજનાઓનું સુયોગ્ય અમલીકરણથી સહી પોષણ, દેશ રોશનના અભિગમને સાર્થક કર્યો છે. ગુજરાત પોષણ વિકાસના દરેક માપદંડમાં સિદ્ધિ હાંસલ કરી હંમેશા અગ્રેસર રહ્યું છે. પોષણ સંગમ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લા અને મહાનગરપાલિકાનું સન્માન પણ કરવામાં આવ્યું
પ્રાસંગિક ઉદ્બોધન કરતાં મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે જણાવ્યું હતું કે, પોષણ ઉત્સવ અંતર્ગત યોજાયેલી કામગીરી અંગે તમામ જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓને માર્ગદર્શન આપી રાજ્યના છેવાડાના વિસ્તાર સુધી પોષણયુક્ત આહાર યોગ્ય રીતે પહોંચાડવા બદલ અધિકારીઓ કર્મચારીઓની ઉમદા કામગીરી કરવા માટે સચિવે અભિનંદન પાઠવ્યાં હતા. આ પ્રસંગે મંત્રીના હસ્તે વ્હાલી દીકરી યોજનાના પોર્ટલનો શુભારંભ, વિકાસ સપ્તાહ ફિલ્મનું નિદર્શન, ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધાના વિજેતા, ભૂલકા મેળો ૨૦૨૫ના વિજેતા અને પોષણ સંગમ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લા અને મહાનગરપાલિકાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. યોજનાના લાભાર્થીઓ સહિત સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો હાજર રહ્યાં હતાં
મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કમિશનર રણજીત કુમાર સિંહે આ પ્રસંગે સ્વાગત પ્રવચન અને પોષણ અભિયાનના મિશન ડિરેક્ટર જિજ્ઞાસા પંડ્યાએ આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણના સમિતિના ચેરમેન હેમાબેન ભટ્ટ, મહિલા કલ્યાણ નિયામક પુષ્પા નિનામા, GSPCના પ્રતિનિધિ ગૌતમ સાર્થક, ICDS પ્રભાગના અધિકારી, કર્મચારીઓ, યોજનાના લાભાર્થીઓ સહિત સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો હાજર રહ્યાં હતાં.
What's Your Reaction?






