Gandhinagar News: ગિફ્ટ સિટી નજીક પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી આકાર લઈ રહ્યું છે, જાણો શું સુવિધાઓ મળશે?

Nov 12, 2026 - 10:30
Gandhinagar News: ગિફ્ટ સિટી નજીક પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી આકાર લઈ રહ્યું છે, જાણો શું સુવિધાઓ મળશે?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરના ધોળાકુવા મેટ્રો સ્ટેશન નજીક ગિફ્ટ સિટી જવાના માર્ગ પર રાજ્યનું પ્રથમ 12 માળનું અત્યાધુનિક હાઈરાઈઝ ઇન્ફોસિટી સ્માર્ટ મોડેલ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી આકાર લઈ રહ્યું છે.અંદાજે 20 કરોડ રૂપિયાના જંગી ખર્ચે અને 3000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં નિર્માણ પામી રહેલા આ પ્રોજેક્ટથી પોલીસ આધુનિકરણ અને લોકઉપયોગી સેવાઓમાં નવો અધ્યાય શરૂ થશે.આ ભવનનું 20 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી ડિસેમ્બરના અંત સુધીમાં આ ઇમારત તૈયાર થઈ જશે.

ગ્રાઉન્ડ ફ્લોર પર વાહન પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ

આ હાઈરાઈઝ બિલ્ડિંગની રચનામાં ગ્રાઉન્ડ ફ્લોર પર વાહન પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.ત્યારબાદ પ્રથમ ત્રણ માળમાં પોલીસ સ્ટેશન કાર્યરત રહેશે.જેમાં પોલીસ ઇન્સ્પેક્ટરની અલગ ચેમ્બર, પીએસઓ રૂમ, ઇન્ટ્રોગેશન રૂમ, વેઇટિંગ એરિયા, રેકોર્ડ રૂમ, ઇન્વેસ્ટિગેશન સ્ટાફ માટેની જગ્યા, મીટિંગ રૂમ તેમજ કાઉન્સિલિંગ રૂમ જેવી સુવિધાઓ સામેલ છે. જ્યારે ચોથાથી લઈને બારમા માળ સુધીના નવ માળમાં પોલીસકર્મીઓ માટે લક્ઝુરિયસ ૨-બીએચકે ફ્લેટ બનાવાઈ રહ્યા છે.દરેક ફ્લોર પર ચાર ફ્લેટ બનાવવામાં આવશે. જેમાં આધુનિક કિચન, ડ્રોઈંગ રૂમ, માસ્ટર બેડરૂમ સાથે એટેચ્ડ બાથરૂમ અને વિટ્રિફાઈડ ટાઈલ્સનું ફ્લોરિંગ જેવી સુવિધાઓ મળશે.આ આવાસ મુખ્યત્વે એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ કક્ષાના જવાનોને ફાળવવામાં આવશે.

સમગ્ર બિલ્ડિંગ સોલાર એનર્જીથી સંચાલિત રહેશે

આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે સમગ્ર બિલ્ડિંગ સોલાર એનર્જીથી સંચાલિત રહેશે, જેના માટે ટેરેસ પર સોલાર પેનલ્સ લગાવવામાં આવશે.આ ઉપરાંત, પોલીસકર્મીઓના પરિવારજનો અને બાળકો માટે ગાર્ડન તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા વિકસાવવાનું પણ આયોજન છે.પ્રોજેક્ટના ડેવલપર દીપક સાંખલાના જણાવ્યા મુજબ, પોલીસ સ્ટેશન અને રહેણાંક ભાગ માટે અવર-જવરની પૂરતી સ્વતંત્ર વ્યવસ્થા રાખવામાં આવી છે.રેસિડેન્સ માટે અલગ સીડી અને લિફ્ટ તથા પોલીસ સ્ટેશન માટે અલગથી બે લિફ્ટ અને એક સીડીનું નિર્માણ કરાઈ રહ્યું છે. અગાઉ ન્યૂ ગાંધીનગરના વિકાસ અને વસ્તી વધારાને કારણે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની અલગ રચના કરવામાં આવી હતી.પરંતુ યોગ્ય બિલ્ડિંગના અભાવે તે હાલ સેક્ટર-7 શોપિંગ નજીક હંગામી ધોરણે કાર્યરત હતું.જેના કારણે અરજદારોમાં અસમંજસ રહેતી હતી.

આ પણ વાંચોઃ Porbandar News: રાણાવાવમાંથી દેશી તમંચા સાથે આરોપી ઝડપાયો,બે વર્ષથી પોલીસને થાપ આપતો હતો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0