Gandhinagar LCB ની મોટી કાર્યવાહી, દહેગામના નાંદોલ ગામે ભોંયરામાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર (Gandhinagar) જિલ્લામાં પ્રોહિબિશન અને બુટલેગરોની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સકંજા વધુ કડક કરવામાં આવ્યો છે. ગાંધીનગર LCB-1 ની ટીમને મળેલી બાતમીના આધારે દહેગામ (Dehgam) તાલુકાના નાંદોલ (Nandol) ગામની સીમમાં એક ધમાકેદાર રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠે તેવા મોટા પાયે છુપાવેલા વિદેશી દારૂના જથ્થાનો પર્દાફાશ થયો છે, જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
કુલ 8,744 નંગ બોટલો જપ્ત
પ્રાપ્ત વિગતો અનુસાર, નાંદોલ ગામની સીમમાં આવેલા નીલકંઠ મહાદેવના છપરા પાસે આરોપી રણજીતસિંહ દિનેશજી ઠાકોર ના ઘરની બાજુમાં આવેલી ઓરડીના ભોંયરામાં આ વિદેશી દારૂનો જથ્થો ગુપ્ત રીતે સંઘરી રાખવામાં આવ્યો હતો. પોલીસની ટીમે જ્યારે ત્યાં સઘન તપાસ કરી ત્યારે ભોંયરામાંથી વિદેશી દારૂ અને બિયરના ટીન મળીને કુલ 8,744 નંગ બોટલોનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગરો દ્વારા પોલીસની નજરથી બચવા માટે આ પ્રકારે ભોંયરામાં ગુપ્ત ગોડાઉન બનાવીને માલ સંગ્રહ કરવામાં આવ્યો હતો.
રૂપિયા 14.42 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
આ રેડ દરમિયાન પોલીસે વિદેશી દારૂ અને અન્ય સામગ્રી સહિત કુલ રૂપિયા રૂ. 14.42 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે, રેડની ગંધ આવી જતાં મુખ્ય આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી રણજીતસિંહ દિનેશજી ઠાકોર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ (Prohibition Act) હેઠળ કડક ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : Suratના ભીમરાડ ગામે વિચિત્ર ઘટના, ઘરની ગેલેરીમાં ફસાયેલા યુવકનું ફાયર વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

