Gandhinagar: BJPનો 54.70 % વોટ, AAP- કોંગ્રેસના 5,588 ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો વોટશેર વર્ષ 2021ના સાપેક્ષમાં 2.01 ટકા વધી 54.70 ટકા થયો છે. સામે આમ આદમી પાર્ટી-AAP અને કોંગ્રેસના 5,588 ઉમેદવારો પોતાના ક્ષેત્રોમાં કુલ મતદાનના એક ચતુર્થાંશ મત પણ મેળવી શક્યા નથી. જેના કારણે રાજ્ય ચૂંટણી આયોગે તેમની ડિપોઝીટ જપ્ત કરવાના આદેશો કર્યા છે. 393 પાલિકા- પંચાયતોમાં કુલ 10,005 બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ હતી. તેમાંથી ત્રણ બેઠકો પર ઉમેદવારી ન થતા અને 3 ઉમેદવારના અવસાનને કારણે રવિવારે 9,999 બેઠકો માટે મતદાન યોજાયુ હતુ. મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 7,502 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે 9,999માંથી 5,269 બેઠકો ચૂંટણી લડનારાAAPના ઉમેદવારો પૈકી 68.86 ટકા અર્થાત 3,365 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. ચૂંટણીમાં આદિવાસી ક્ષેત્રોમાં કોંગ્રેસના પરંપરાગત મતોમાંAAPના ઉમેદવારોએ 1.66 ટકા મતોનું ગાબડુ પાડયુ છે. એમ છતાંયે કોંગ્રેસના વિજેતા 1,703 સહિત 6218 ઉમેદવારની ડિપોઝીટ બચી છે. જે 73.67 ટકા થવા જાય છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે 12 બિનહરિફ ઉપરાંત 8,441 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. ઉલ્લેખનિય છે કે, પાલિકાઓમાં ઉમેદવારે ચૂંટણી લડવા રૂ.4,000 અને પંચાયતોમાં રૂ.3,000ની ડિપોઝીટ લેવાય છે. આ ડિપોઝીટ ગુમાવવી એક પ્રકારે સાવ જનાધાર ગુમાવવા જેવી સ્થિતિ તરીકે જોવામાં આવે છે. વર્ષ 2021માં 349 સંસ્થાઓની ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપને 324 સંસ્થાઓમાં બહુમતિ મળી હતી. છ વર્ષ પહેલાની ચૂંટણીમાં ભાજપનો સ્ટ્રાઈક રેટ 92.83 ટકા હતો. જે ઘટીને આ ચૂંટણીમાં 89.82 ટકા થયો છે. નવા જિલ્લા, તાલુકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના પછી યોજાયેલી 393 સંસ્થાઓમાંથી ભાજપને નર્મદા જિલ્લા પંચાયત, 31 તાલુકા પંચાયત તેમજ આઠ નગરપાલિકા ગુમાવવાનો વારો આવ્યો છે. આમ, છ વર્ષ પહેલા 25 સંસ્થામાં બહુમતિ ન મેળવી શકનાર ભાજપ વર્ષ 2026માં 40 જેટલી સંસ્થાઓથી દૂર રહ્યુ છે. જેમા 1 જિલ્લા પંચાયતનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

