Gandhinagar: 7મા “રાષ્ટ્રીય પોષણ માહ”ની ઉજવણીનો ગાંધીનગર ખાતેથી પ્રારંભ

દેશભરમાં 7મા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાશે 1થી 30 સપ્ટેમબર દરમિયાન દેશભરમાં ઉજવણી કરાશે અન્નપ્રાશન, સગર્ભાને પોષણ બાસ્કેટ વિતરણ કરાશે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે 7માં રાષ્ટ્રીય પોષણ માહ ઉજવણીનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જેમાં કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 1થી 30 સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં સાતમાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવશે. કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2017-18થી દર વર્ષે ભારતભરમાં સપ્ટેમ્બર માસને "રાષ્ટ્રીય પોષણ માહ" તરીકે ઉજવવામાં આવે છે. અન્નપ્રાશન, સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ વિતરણ કરાશે. વિવિઘ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાશે. પોષણ માહ અંતર્ગત દેશભરમાં પોષણ આધારીત વિવિઘ થીમ પર અનેકવિધ કાર્યક્રમો યોજાશે. પ્રાકૃતિક ખેતી તરફ આજના યુવાનો એ પ્રયાણ કરવું જોઈએ: CM ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ આયોજિત ‘અમૃતકાળમાં કૃષિ પેદાશોના પ્રોસેસીંગનું મહત્ત્વ’ વિષય પર અમદાવાદ ખાતે સેમિનાર યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, મનુષ્યનો સ્વભાવ છે કે સમજાવે તો સમજે નહીં, કહેવાય છે કે વાર્યાના વળે એ હાર્યા વળે છે. પીએમ મોદી પાસે દૂરનું વિઝન છે પ્રાકૃતિક ખેતી દેશવ્યાપી કેવી રીતે વધે તેની મુહિમ ચલાવી છે. આજનાં ગ્રેજ્યુએટ યુવાઓ જોડાય ખેતીમાં તો તેનું રિઝલ્ટ મળે જ છે. રસાયણનાં કારણે જમીન ખરાબ થઈ છે તેને સુધારવા માટે પ્રાકૃતિક ખેતી સિવાય બીજો કોઈ રસ્તો નથી. પ્રાકૃતિક ખેતીમાં લીડ લઈ કેવી રીતે આગળ વધી શકાય તેના માટે પ્રયાસ કરી રહ્યા છીએ. રસાયણથી થતી ખેતીમાં અનેક વખત એવા રિપોર્ટ આવ્યા છે કે જે ઉગે છે તેમાં પોષણ જ નથી. આપણી સંસ્કૃતિ છે કે આપણે જે કરીએ તેમાં બીજાનું સારું કેવી રીતે જોવું બાળકો માટે બેંક બેલેન્સ અને સારો બિઝનેસ મૂકીની જઈએ છીએ. આપણે પ્રાકૃતિક ખેતી પણ બાળકો માટે તૈયાર કરવાની છે. પ્રાકૃતિક વસ્તુઓ મળી છે પણ તેનો ઉપયોગ ના કરી શક્યા. આપણે હમણાં જોયું આખા ગુજરાતમાં વરસાદ છે, હવે તમે કોને કોને બચાવવા જાવ સારું છે કે આ સ્થિતિમાં બધા સાથે રહ્યા છીએ. વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. જ્યાં પડે ત્યાં એકધારો વરસાદ પડે છે ગરમી પણ એવી રીતે પડે જ છે. ‘એક પેડ માં કે નામ’ એ ગ્લોબલ વોર્મિંગ માથી નીકળવાનો માર્ગ છે. પાણીનો ઉપયોગ પણ એટલો જ કર્યો છે. જેટલું મળે તેને બચાવવાની વ્યવસ્થા કરવી પડે. આખા દેશમાં અમૃત સરોવર થયા છે. દરેક જિલ્લામાં આપણે 75 સરોવર બનાવ્યા છે. અને પાણી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Gandhinagar: 7મા “રાષ્ટ્રીય પોષણ માહ”ની ઉજવણીનો ગાંધીનગર ખાતેથી પ્રારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દેશભરમાં 7મા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાશે
  • 1થી 30 સપ્ટેમબર દરમિયાન દેશભરમાં ઉજવણી કરાશે
  • અન્નપ્રાશન, સગર્ભાને પોષણ બાસ્કેટ વિતરણ કરાશે

ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે 7માં રાષ્ટ્રીય પોષણ માહ ઉજવણીનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જેમાં કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

1થી 30 સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં સાતમાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવશે. કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2017-18થી દર વર્ષે ભારતભરમાં સપ્ટેમ્બર માસને "રાષ્ટ્રીય પોષણ માહ" તરીકે ઉજવવામાં આવે છે. અન્નપ્રાશન, સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ વિતરણ કરાશે. વિવિઘ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાશે. પોષણ માહ અંતર્ગત દેશભરમાં પોષણ આધારીત વિવિઘ થીમ પર અનેકવિધ કાર્યક્રમો યોજાશે.

પ્રાકૃતિક ખેતી તરફ આજના યુવાનો એ પ્રયાણ કરવું જોઈએ: CM

ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ આયોજિત ‘અમૃતકાળમાં કૃષિ પેદાશોના પ્રોસેસીંગનું મહત્ત્વ’ વિષય પર અમદાવાદ ખાતે સેમિનાર યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, મનુષ્યનો સ્વભાવ છે કે સમજાવે તો સમજે નહીં, કહેવાય છે કે વાર્યાના વળે એ હાર્યા વળે છે. પીએમ મોદી પાસે દૂરનું વિઝન છે પ્રાકૃતિક ખેતી દેશવ્યાપી કેવી રીતે વધે તેની મુહિમ ચલાવી છે. આજનાં ગ્રેજ્યુએટ યુવાઓ જોડાય ખેતીમાં તો તેનું રિઝલ્ટ મળે જ છે. રસાયણનાં કારણે જમીન ખરાબ થઈ છે તેને સુધારવા માટે પ્રાકૃતિક ખેતી સિવાય બીજો કોઈ રસ્તો નથી. પ્રાકૃતિક ખેતીમાં લીડ લઈ કેવી રીતે આગળ વધી શકાય તેના માટે પ્રયાસ કરી રહ્યા છીએ. રસાયણથી થતી ખેતીમાં અનેક વખત એવા રિપોર્ટ આવ્યા છે કે જે ઉગે છે તેમાં પોષણ જ નથી. આપણી સંસ્કૃતિ છે કે આપણે જે કરીએ તેમાં બીજાનું સારું કેવી રીતે જોવું બાળકો માટે બેંક બેલેન્સ અને સારો બિઝનેસ મૂકીની જઈએ છીએ. આપણે પ્રાકૃતિક ખેતી પણ બાળકો માટે તૈયાર કરવાની છે. પ્રાકૃતિક વસ્તુઓ મળી છે પણ તેનો ઉપયોગ ના કરી શક્યા. આપણે હમણાં જોયું આખા ગુજરાતમાં વરસાદ છે, હવે તમે કોને કોને બચાવવા જાવ સારું છે કે આ સ્થિતિમાં બધા સાથે રહ્યા છીએ. વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. જ્યાં પડે ત્યાં એકધારો વરસાદ પડે છે ગરમી પણ એવી રીતે પડે જ છે. ‘એક પેડ માં કે નામ’ એ ગ્લોબલ વોર્મિંગ માથી નીકળવાનો માર્ગ છે. પાણીનો ઉપયોગ પણ એટલો જ કર્યો છે. જેટલું મળે તેને બચાવવાની વ્યવસ્થા કરવી પડે. આખા દેશમાં અમૃત સરોવર થયા છે. દરેક જિલ્લામાં આપણે 75 સરોવર બનાવ્યા છે. અને પાણી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.