Gandhinagar: 68 પાલિકામાં ફરીથી કેસરીઓ લહેરાય તેવી શક્યતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, 68 નગરપાલિકા અને ત્રણ તાલુકા પંચાયતમાં સામાન્ય ચૂંટણી સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટા ચૂંટણીના પરીણામો મંગળવારે જાહેર થશે.
કુલ 5,084 બેઠકોમાંથી 203 પૈકી ભાજપના જ 195 ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે ત્યારે તમામ સ્થાનિક સંસ્થાઓમાં ફરીથી કેસરિયો લહેરાય તેવી પુરેપૂરી શક્યતા છે. ભાજપ માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના નેતૃત્વમાં સળંગ ચાર વર્ષમાં આ પાંચમી વખત નવો ઈતિહાસ બની રહેશે.
જૂલાઈ- 2020માં કોવિડ-19ની મહામારી વચ્ચે પડકારભર્યા સમયમાં ગુજરાત ભાજપનુ સુકાન સંભાળ્યા બાદ સી.આર.પાટીલના નેતૃત્વમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં 9માંથી 9 બેઠકો ભાજપે મેળવી હતી. કોરોના મહામારી વચ્ચે યોજાયેલી આ પેટા ચૂંટણી પછી વર્ષ 2021ને આરંભે અમદાવાદ સહિત છ મ્યુનિસિપલ કોર્પોરેશન, 31 જિલ્લા પંચાયત અને 205 તાલુકા પંચાયતો તેમજ 67 નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ ભાજપે તમામ સંસ્થા કબ્જે કરી હતી. ચૂંટણીની રણનીતિ અને કાર્યકરોના બળે ડિસેમ્બર- 2022માં વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો સાથે નવો ઈતિહાસ સ્થાપ્યા બાદ લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને 26માંથી 25 બેઠકો ઉપર વિજય મળ્યો હતો. એ જ ગતિ વર્તમાનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જળવાઈ રહેશે તેમ ભાજપના વર્તુળોમાં ચર્ચા છે. ભારત સરકારમાં જળશક્તિ મંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રદેશ ભાજપના અધ્યક્ષપદેથી પાટીલે સ્થાનિક ચૂંટણીને લઈને સંગઠન સાથે જે પ્રકારે રણનીતિ બનાવીને અમલમાં મુકી છે તેના આધારે મંગળવારે યોજનારી મતગણતરીને અંતે 68માંથી 68 પાલિકાઓમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળશે તેમ મનાય છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો પહેલાથી 60માંથી 9 બેઠકોની ઉપર ભાજપના જ ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે.
ઉલ્લેખનિય છે કે, રવિવારે જે સંસ્થાઓ માટે મતદાન યોજાયુ તે સંસ્થાઓમાં વર્ષ 2018માં ચૂંટણી થઈ ત્યારે 66 પાલિકાઓમાંથી માત્ર 42 પાલિકાઓમાં જ ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી હતી. એ વખતે તો મતદાનની ટકાવારીમાં વધારા સાથે તમામ પાલિકાઓમાં કેસરિયો લહેરાશે તેવા ગણિત સાથે મંગળવારે કોબા ખાતે ઉજવણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે.
What's Your Reaction?






