Gandhinagar: 120 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ વિધાનસભાના સ્લેબની ટાઇલ્સ ઉખડી

ગાંધીનગર વિધાનસભાના સ્લેબમાં લગાવેલ ટાઇલ્સ ઉખડી જતાં લટકતી જોવા મળી હતી. વિધાનસભાના પાછળના ભાગે ટાઇલ્સ ઉખડીને લટકતી હાલતમાં કેમેરામાં કેદ થઈ હતી. બે વર્ષ અગાઉ પણ વિધાનસભાના સ્લેબમાંથી ટાઇલ્સ પડવાથી મોટી જાનહાની ટળી હતી. વિધાનસભા ખંડિત રહેતી હોવાની પરંપરા છે. કુલ 182 ધારાસભ્યોમાંથી એકાદ બેઠક ખાલી રહે છે. આ પરંપરા તોડવા એવું સૂચવવામાં આવ્યું કે, ભારતીય સ્થાપત્યમાં શ્રેષ્ઠ ઈમારતો હંમેશાં ગુંબજવાળી રહી છે જ્યારે વર્તમાન બિલ્ડિંગની ટોચ સપાટ હોવાથી ગુંબજ હોવો જોઈએ. પરંતુ ગુંબજની સાથે લટકતી ટાઈલ્સો પણ જોવા મળી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના નવિનીકરણ કામનું શુભારંભ કરાવ્યું હતું. અંદાજે રૂ. 120 કરોડથી વધુના ખર્ચે વિધાનસભાનો કાયાપલટ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગૃહની બેઠક વ્યવસ્થા 182થી વધારીને 220 કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા- વિઠ્ઠલભાઈ પટેલ ભવનના રૂ. 121 કરોડના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન નવિનીકરણનું ભૂમિપૂજન તત્કાલીન નાયબ મુખ્યંત્રી નિતીનભાઈ પટેલ અને તત્કાલીન મંત્રીઓ, તત્કાલીન ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. 120 કરોડથી વધુના ખર્ચે વિધાનસભાનો કાયાપલટ થઈ હતી વિધાનસભા ખાતેના અધ્યક્ષના કાર્યાલય, મુખ્યમંત્રી કાર્યાલય સહિત કેબીનેટ-રાજ્યકક્ષા મંત્રીઓના કાર્યાલયો, કેબીનેટ ખંડ, શાખાઓ, દંડકની ઓફિસ, શાસક પક્ષ હોલ, વિરોધપક્ષ હોલ તેમજ જુદી જુદી સમિતિઓ માટેના હોલનું ઇન્ટીરરીયર વર્ક-ફર્નીચરની કામગીરી આ પરિયોજના હેઠળ કરવામાં આવ્યું છે. પર્યાવરણ અને વિજળીની બચત થાય તે હેતુથી વિધાનસભાને એલ.ઇ.ડી. લાઇટીંગ અને સોલર સીસ્ટમમથી સજ્જ કરાવવામાં આવી છે. સલામતીના હેતુથી આધુનિક ફાયર સીસ્ટમ લગાવવાની સાથે સંકુલમાં લાયબ્રેરી, પર્યટક લોબી, ઉપહાર ગૃહ, સોવેનીયર શોપ અને ગ્રાઉન્ડ ફલોર પાર્કીંગની સુવિધાઓ જેવી બાબતો સુનિશ્ચિત કરવામાં આવી છે. વિધાનસભાની ઈમારતની ડિઝાઈન બદલવા સૂચવેલું તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, વિઠ્ઠલભાઈ પટેલ ભવનના નવીનીકરણ માટે અનેક લોકોના અભિપ્રાયો મંગાવ્યા હતા. જેમાં સ્વામી સચ્ચિદાનંદ પાસેથી પણ સૂચનો મંગાવેલા. અંગે સ્વામી સચ્ચિદાનંદ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, એક સમારંભમાં હું અને નીતિનભાઈ સાથે હતા. મેં જ તેમને વિધાનસભાની ઈમારતની ડિઝાઈન બદલવા સૂચવેલું. કહેલું કે ભારતના શ્રેષ્ઠ સ્થાપત્યો સત્યમ, શિવમ અને સુંદરમની પરંપરામાં બંધાયેલા છે. સત્યમ એટલે મજબૂત એવા કે ધરતીકંપમાં પણ ડગે નહીં, શિવમ એટલે સગવડભરી અને સુંદરમ એટલે દેખાવમાં આકર્ષક. તાજમહાલનો મેં દાખલો આપેલો. વિધાનસભાનું બિલ્ડિંગ તો દીવાસળીની પેટી જેવા આકારનું છે આપણી વિધાનસભાનું બિલ્ડિંગ તો દીવાસળીની પેટી જેવા આકારનું છે. આ ન ચાલે. ત્યારે ઈમારતના સ્થપતિ મેવાડા સાહેબ પણ હાજર હતા. જ્યારે નવીનીકરણની યોજના ઘડવામાં આવી ત્યારે પણ સ્વામી સચ્ચિદાનંદના સૂચનો મંગાવેલા અને તેમણે લખનૌ, કર્ણાટકની વિધાનસભાના બિલ્ડિંગ્સ, છારોડી ગુરુકુળની ડિઝાઈનની જેમ વિધાનસભાને પણ ગુંબજનું સૂચવેલું. 132 બેઠકો સાથે શરૂ થયેલી વિધાનસભા રિનોવેશન બાદ 220 બેઠકો ધરાવતી બની છે 132 બેઠકો સાથે શરૂ થયેલી વિધાનસભા રિનોવેશન બાદ 220 બેઠકો ધરાવતી બની છે. સમયાંતરે જે રીતે ધારાસભ્યોની સંખ્યાને ધ્યાને લઈને હોલમાં બેઠક વ્યવસ્થામાં વધારો કરાતો રહ્યો છે. 8 જુલાઈ 1982માં છેલ્લે વિધાનસભાનું રિનોવેશન થયું હતું. રિનોવેશનમાં વિધાનસભામાં અધ્યતન સાઉન્ડ સિસ્ટમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાયું છે. સ્વર્ણિમ 1 અને 2નું કામ જે ESP કંપનીને સોંપાયું હતું તે જ કંપનીએ વિધાનસભાનું રિનોવેશન કર્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના વિધાનસભા ગૃહને લોકશાહીનું સર્વોચ્ચ મંદિર ગણાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે દેવ મંદિરમાં થતા ઘંટનાદની ઊર્જાચેતના જેમ જ જનકલ્યાણ અને લોકહિતના કામોની ઉર્જા ચેતના ઉજાગર કરનારું આ ભવ્ય મંદિર બની રહે તેવું જનસેવા દાયિત્વ નિભાવીને લોકશાહી મૂલ્યોની ઉચ્ચતમ પરંપરા જાળવીએ. તત્કાલીન મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભા- વિઠ્ઠલભાઈ પટેલ ભવનના રૂ. 121 કરોડના ખર્ચે થનારા અદ્યતન નવિનીકરણનું ભૂમિપૂજન તત્કાલીન નાયબ મુખ્યંત્રી નિતીનભાઈ પટેલ અને તત્કાલીન મંત્રીઓ, તત્કાલીન ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કર્યું હતું.

Gandhinagar: 120 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ વિધાનસભાના સ્લેબની ટાઇલ્સ ઉખડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર વિધાનસભાના સ્લેબમાં લગાવેલ ટાઇલ્સ ઉખડી જતાં લટકતી જોવા મળી હતી. વિધાનસભાના પાછળના ભાગે ટાઇલ્સ ઉખડીને લટકતી હાલતમાં કેમેરામાં કેદ થઈ હતી. બે વર્ષ અગાઉ પણ વિધાનસભાના સ્લેબમાંથી ટાઇલ્સ પડવાથી મોટી જાનહાની ટળી હતી.


વિધાનસભા ખંડિત રહેતી હોવાની પરંપરા છે. કુલ 182 ધારાસભ્યોમાંથી એકાદ બેઠક ખાલી રહે છે. આ પરંપરા તોડવા એવું સૂચવવામાં આવ્યું કે, ભારતીય સ્થાપત્યમાં શ્રેષ્ઠ ઈમારતો હંમેશાં ગુંબજવાળી રહી છે જ્યારે વર્તમાન બિલ્ડિંગની ટોચ સપાટ હોવાથી ગુંબજ હોવો જોઈએ. પરંતુ ગુંબજની સાથે લટકતી ટાઈલ્સો પણ જોવા મળી રહી છે.

તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના નવિનીકરણ કામનું શુભારંભ કરાવ્યું હતું. અંદાજે રૂ. 120 કરોડથી વધુના ખર્ચે વિધાનસભાનો કાયાપલટ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગૃહની બેઠક વ્યવસ્થા 182થી વધારીને 220 કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા- વિઠ્ઠલભાઈ પટેલ ભવનના રૂ. 121 કરોડના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન નવિનીકરણનું ભૂમિપૂજન તત્કાલીન નાયબ મુખ્યંત્રી નિતીનભાઈ પટેલ અને તત્કાલીન મંત્રીઓ, તત્કાલીન ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

120 કરોડથી વધુના ખર્ચે વિધાનસભાનો કાયાપલટ થઈ હતી

વિધાનસભા ખાતેના અધ્યક્ષના કાર્યાલય, મુખ્યમંત્રી કાર્યાલય સહિત કેબીનેટ-રાજ્યકક્ષા મંત્રીઓના કાર્યાલયો, કેબીનેટ ખંડ, શાખાઓ, દંડકની ઓફિસ, શાસક પક્ષ હોલ, વિરોધપક્ષ હોલ તેમજ જુદી જુદી સમિતિઓ માટેના હોલનું ઇન્ટીરરીયર વર્ક-ફર્નીચરની કામગીરી આ પરિયોજના હેઠળ કરવામાં આવ્યું છે. પર્યાવરણ અને વિજળીની બચત થાય તે હેતુથી વિધાનસભાને એલ.ઇ.ડી. લાઇટીંગ અને સોલર સીસ્ટમમથી સજ્જ કરાવવામાં આવી છે. સલામતીના હેતુથી આધુનિક ફાયર સીસ્ટમ લગાવવાની સાથે સંકુલમાં લાયબ્રેરી, પર્યટક લોબી, ઉપહાર ગૃહ, સોવેનીયર શોપ અને ગ્રાઉન્ડ ફલોર પાર્કીંગની સુવિધાઓ જેવી બાબતો સુનિશ્ચિત કરવામાં આવી છે.

વિધાનસભાની ઈમારતની ડિઝાઈન બદલવા સૂચવેલું

તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, વિઠ્ઠલભાઈ પટેલ ભવનના નવીનીકરણ માટે અનેક લોકોના અભિપ્રાયો મંગાવ્યા હતા. જેમાં સ્વામી સચ્ચિદાનંદ પાસેથી પણ સૂચનો મંગાવેલા. અંગે સ્વામી સચ્ચિદાનંદ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, એક સમારંભમાં હું અને નીતિનભાઈ સાથે હતા. મેં જ તેમને વિધાનસભાની ઈમારતની ડિઝાઈન બદલવા સૂચવેલું. કહેલું કે ભારતના શ્રેષ્ઠ સ્થાપત્યો સત્યમ, શિવમ અને સુંદરમની પરંપરામાં બંધાયેલા છે. સત્યમ એટલે મજબૂત એવા કે ધરતીકંપમાં પણ ડગે નહીં, શિવમ એટલે સગવડભરી અને સુંદરમ એટલે દેખાવમાં આકર્ષક. તાજમહાલનો મેં દાખલો આપેલો.

વિધાનસભાનું બિલ્ડિંગ તો દીવાસળીની પેટી જેવા આકારનું છે

આપણી વિધાનસભાનું બિલ્ડિંગ તો દીવાસળીની પેટી જેવા આકારનું છે. આ ન ચાલે. ત્યારે ઈમારતના સ્થપતિ મેવાડા સાહેબ પણ હાજર હતા. જ્યારે નવીનીકરણની યોજના ઘડવામાં આવી ત્યારે પણ સ્વામી સચ્ચિદાનંદના સૂચનો મંગાવેલા અને તેમણે લખનૌ, કર્ણાટકની વિધાનસભાના બિલ્ડિંગ્સ, છારોડી ગુરુકુળની ડિઝાઈનની જેમ વિધાનસભાને પણ ગુંબજનું સૂચવેલું.

132 બેઠકો સાથે શરૂ થયેલી વિધાનસભા રિનોવેશન બાદ 220 બેઠકો ધરાવતી બની છે

132 બેઠકો સાથે શરૂ થયેલી વિધાનસભા રિનોવેશન બાદ 220 બેઠકો ધરાવતી બની છે. સમયાંતરે જે રીતે ધારાસભ્યોની સંખ્યાને ધ્યાને લઈને હોલમાં બેઠક વ્યવસ્થામાં વધારો કરાતો રહ્યો છે. 8 જુલાઈ 1982માં છેલ્લે વિધાનસભાનું રિનોવેશન થયું હતું. રિનોવેશનમાં વિધાનસભામાં અધ્યતન સાઉન્ડ સિસ્ટમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાયું છે. સ્વર્ણિમ 1 અને 2નું કામ જે ESP કંપનીને સોંપાયું હતું તે જ કંપનીએ વિધાનસભાનું રિનોવેશન કર્યું છે.

તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના વિધાનસભા ગૃહને લોકશાહીનું સર્વોચ્ચ મંદિર ગણાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે દેવ મંદિરમાં થતા ઘંટનાદની ઊર્જાચેતના જેમ જ જનકલ્યાણ અને લોકહિતના કામોની ઉર્જા ચેતના ઉજાગર કરનારું આ ભવ્ય મંદિર બની રહે તેવું જનસેવા દાયિત્વ નિભાવીને લોકશાહી મૂલ્યોની ઉચ્ચતમ પરંપરા જાળવીએ. તત્કાલીન મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભા- વિઠ્ઠલભાઈ પટેલ ભવનના રૂ. 121 કરોડના ખર્ચે થનારા અદ્યતન નવિનીકરણનું ભૂમિપૂજન તત્કાલીન નાયબ મુખ્યંત્રી નિતીનભાઈ પટેલ અને તત્કાલીન મંત્રીઓ, તત્કાલીન ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કર્યું હતું.